જામનગર S.T. ડેપોમાં બસ પર જીવતો વીજ કેબલ પડતા તમામ મુસાફરોને નીચે ઉતારાયા, બસ ડ્રાઇવરની સમય સૂચકતાથી મોટી જાનહાની ટળી
જામનગર જિલ્લામાં જીવતો વીજ વાયર એસ.ટી બસ પર પડ્યો હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દ્વારકા થી ભુજ તરફ જવાના રૂટની ST બસ પર અચાનક જ જીવતો વીજતાર પડ્યો હતો. ત્યારે ઘટનાને પગલે બસ ડ્રાઈવરે સમય સુચકતા દાખવીને બસમાં સવાર 50 જેટલા તમામ પ્રવાસીઓને નીચે ઉતારી દીધા હતા. જેથી આ ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ હોય તેવા હજુ સુધી કોઈ અહેવાલ આવ્યા નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લામાં એસ.ટી બસ ડેપો ખાતે દ્વારકા થી ભુજ તરફ જવાના રૂટની એસ.ટી બળ પર જીવતો વીજકેબલ બસ ઉપર પડ્યો હતો. હવામાં ફંગોળાઈને વીજ કેબલ નીચી સપાટીએ આવી જતાં એસ.ટી બસ પર ઝૂલતો કેબલ પડ્યો હતો. ત્યારે બસચાલકે આ ઘટનામાં સમય સૂચકતા દાખવીને બસમાં સવાર 50 થી પણ વધુ જેટલા તમામ મુસાફરોને સહી સલામત બસની નીચે ઉતારી દીધા હતા.
તમને જણાવી દઈએ કે, પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લામાં એસ.ટી બસ ડેપો ખાતે દ્વારકા થી ભુજ તરફ જવાના રૂટની એસ.ટી બળ પર જીવતો વીજ કેબલ બસ ઉપર પડ્યો હતો. ત્યારે બસચાલકે આ ઘટનામાં સમય સૂચકતા દાખવીને બસમાં તમામ મુસાફરોને બસની નીચે ઉતારી દેતા મોટી જાનહાની ટળી હતી. તો આ ઘટનાને પગલે PGVC ની ટીમને તાત્કાલિક અસરથી એસ.ટી ડેપો બોલાવવા આવી હતી. અને બસ પર પડેલ જીવંત વાયરને તરત જ ખસેડવામાં આવ્યો હતો. આમ સમય સૂચકતા દાખવવાને કારણે એક મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે.