અમદાવાદ ઇસ્કોન અકસ્માત: 9 લોકોને કચડી નાખનાર જેગુઆર ચાલકને લોકોએ ધોઇ નાખ્યો હતો, વિડીયો સામે આવ્યો
અમદાવાદમાં મોડી રાત્રે સર્જાયેલા ભયાનક અકસ્માતે ભારે ચર્ચા જગાવી છે. ઇસ્કોન બ્રિજ પર ગત મોડી રાત્રે સર્જાયેલ અકસ્માત અમદાવાદનો મોટો કાર અકસ્માત ગણાય છે, જેમાં 9 લોકોનાં મોત થયાં છે. ઘટનાની વાત કરીએ તો એક થાર કાર ટ્રક સાથે અથડાઇ હતી જેને જોવા માટે લોકો એકઠા થયા હતા ત્યારે જ એક જેગુઆર કાર 150-160 ની સ્પીડે આવી અને લોકોને કચડી નાખ્યા હતા.
અકસ્માત બાદ કાર ચાલક તથ્ય પટેલને લોકોએ માર માર્યો હતો.તથ્ય પટેલ માર ન મારવા આજીજી કરતો જોવા મળી રહ્યો છે.વીડિયોમાં જોવા મળે છે કે અકસ્માત બાદ કેટલાક યુવાનોનો રોષ સાતમા આસમાને હતો.યુવાનો તથ્ય પટેલને માર મારતા તે જમીન પર પડી જાય છે. યુવાનો તથ્ય પટેલને લાતો મારી રહ્યા છે અને ગાળો પણ આપે છે.
વીડિયોમાંજોવા મળે છે તથ્ય પટેલ ઊભો થઈ અને બે હાથ જોડે છે છતાં લોકો તેને મારવાનું ચાલુ રાખે છે. અકસ્માત એટલો ભયાનક હતો કે રસ્તા પર ચારે તરફ લોહીનાં ખાબોચિયાં ભરાયાં હતાં. જે લોકો આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયા હતા તેમાંના ઘણા લોકોના ફોન રસ્તા પર પડ્યા હતા. તેનાથી વધુ ગંભીર નજારો સોલા સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો જ્યાં મૃતદેહો ને લઈ જવાયા હતા.