AhmedabadGujarat

ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં ઘાયલ થયેલ યુવક ઊંઘમાંથી ઉઠીને પાડી રહ્યો છે ચીસો

અમદાવાદ શહેરના ઇસ્કોન બ્રિજ ઓર 19 જુલાઈના રોજ મોડી રાત્રે થયેલ ગોઝારા અકસ્માત ને અમદાવાદના લોકો ક્યારેય પણ નહીં શકે. તથ્ય પટેલ નામનો એક નબીરો 19 જુલાઈની મોડી રાત્રે પોતાની કાર નીચે અનેક લોકોને કચડી નાખે છે તો કેટલાયને ગંભીર રીતે ઘાયલ કરી દે છે. આ અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારો પર તો આભ ફાટી જ પડ્યું છે પરંતુ જે લોકો ઘાયલ થયા અને જીવ બચી ગયો છે તેમના પરિવારની હાલત પણ એવી જ કંઈક છે.

ઉલ્લેખનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર થયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યા છે તો અનેક લોકો આ અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં અમદાવાદ શહેરના સારંગપુર વિસ્તારમાં વસવાટ કરતો મિઝાન પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારે તેની સારવાર પાછળ તેના પરિવારે પોતાનું ઘર અને દાગીના બધું જ ગીરવે મૂકવું પડ્યું છે. તો મિઝાન પણ સારવાર લઈને ઘરે તો આવી ગયો પરંતુ હજુ સુધી તે અકસ્માત ના આઘાતમાંથી બહાર આવ્યો નથી. અનેક વખત તે જોર જોરથી ચીસો પાડી મૂકે છે. સારવાર પાછળ લાખો રૂપિયા ખર્ચ કર્યો અને તેને હોસ્પિટલથી ઘરે લાવ્યા છતાં પણ મિઝાન હજુ સુધી એ અકસ્માત ના આઘાતમાંથી બહાર આવી શક્યો નથી. તે ઊંઘમાં જ જોર જોરથી ચીસો પાડે છે અને સતત જાગતો રહે છે. તેને એવું લાગે છે કે તેના પગ છે જ નહીં.

નોંધનીય છે કે, ઇસ્કોન બ્રિજ પર સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં 9 લોકો મૃત્યુ પામ્યા હતા તો અનેક લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તો આ અકસ્માતમાં આરોપી તથ્ય પટેલ અને સ્થળ પર જઈને લોકોને ધમકાવવાના આરોપમાં તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલ પોલીસ કસ્ટડીમાં છે.