કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને આજે મોટા સમાચાર સામે આવ્યા હતા. જેમાં મોદી સરનેમ કેસમાં હાઈકોર્ટના ચુકાદા વિરુદ્ધ રાહુલ ગાંધી દ્વારા અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરતા રાહુલ ગાંધીને મોટી રાહત આપવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા હાઈકોર્ટના દોષસિદ્ધિના નિર્ણય પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે. જસ્ટિસ બી આર ગવાઈ, જસ્ટિસ પી એસ નરસિમ્હા અને જસ્ટિસ સંજય કુમારની બેન્ચ દ્વારા આ મામલામાં સુનાવણી કરવામાં આવી હતી. જ્યારે હવે આ સુનાવણી બાદ ફરિયાદકર્તા પૂર્ણેશ મોદી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.
આ બાબતમાં પૂર્ણેશ મોદી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ‘મોદી નામધારી, મોદી કોમ્યુનિટી, મોદી સમાજ આ તમામનું અપમાન કરવામાં આવ્યું હતુ. તે સમયે અમારા દ્વારા આ બાબતમાં સુરતમાં ટ્રાયલ કોર્ટમાં અરજી ફાઇલ કરવામાં આવી હતી. ત્યાર બાદ 2023માં ટ્રાયલ કોર્ટમાં તમામ પ્રક્રિયા બાદ રાહુલ ગાંધીને બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. તેના લીધે રાહુલ ગાંધી દ્વારા સજા સામે સુરતની સેસન્સ કોર્ટમાં સ્ટે માટે અરજી કરવામાં આવી હતી. ત્યાં પણ સ્ટે પ્રાપ્ત થયો નહોતો. ત્યાં પણ તેમને સ્ટે મળ્યો નહોતો. જ્યારે ચુકાદો અમદાવાદ પક્ષમાં સંભળાવવામાં આવ્યો હતો’
તેના પછી તેમના દ્વારા સ્ટે માટે હાઇકોર્ટમાં આ અંગેની અરજી કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ નિર્ણય અમારી તરફ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેમના દ્વારા માનનીય સુપ્રીમ કોર્ટમાં પણ સ્ટે માટે અરજી કરવામાં આવી હતી.
એવામાં આજે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સ્ટે અપાયો છે. આ માનનીય કોર્ટના ચુકાદાનું અમારા દ્વારા સ્વાગત કરવામાં આવે છે. આવનાર દિવસમાં જ્યારે સેસન્સ કોર્ટમાં આ કેસ લડવામાં આવશે તે સમયે અમારા દ્વારા કાયદાકીય રીતે લડત આપવામાં આવશે.
મોદી સરનેમના કેસમાં શુક્રવારે, સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. આ દરમ્યાન કોર્ટે ફરિયાદકર્તા પૂર્ણેશ મોદીના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીને પુછ્યું કે, કોર્ટે અધિકતમ સજા આપવા માટે શું ગ્રાઉન્ડ આપ્યું છે. ઓછી સજા પણ આપી શકતા હતા. તેનાથી સંસદીય ક્ષેત્રની જનતાના અધિકાર યથાવત રહેતા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલારમાં 13 એપ્રિલ 2019ની ચૂંટણી રેલીમાં મોદી સરનેમ પર ટિપ્પણી કરી હતી.