બાઈક સામે અચાનક આવી ગયો આખલો, શિંગડું ઘૂસી જતાં ભાભરના યુવકનું મોત
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો ભાભરથી આવ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ, ભાભરમાં ઇલેક્ટ્રીકની દુકાનમાં નોકરી કરનાર યુવક બાઈક લઈને તેના ઘરે વડાણા જવા માટે નીકળેલો હતો. તે સમયે ભાભર રાધે સ્કૂલ નજીક પાસે આખલો અથડાઈ ગયો હતો. અ અકસ્માતમાં આખલાનું શિંગડું યુવકના ગળામાં ઘૂસી જતા તેને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યું હતું. ત્યારે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાત તેનું મૃત્યુ નીપજ્યું હતું.
વડાણા ગામના નરશીભાઈ રામજીભાઈ ઠાકોરની વાત કરીએ તો તે ભાભરમાં આવેલ ઇલેક્ટ્રિકની દુકાનમાં તે નોકરી કરી રહ્યા હતા. એવામાં તે બાઇક ઉપર પોતાના ઘરે વડાણા જવા માટે નીકળેલા હતા. તે સમયે રાધે સ્કૂલ નજીક રસ્તામાં વચ્ચે આવેલો આખલો અથડાઈ ગયો હતો.
જ્યારે આ અથડામણ એટલી ભયંકર હતી કે નરશીભાઈના ગળામાં આખલાનું શિગડું ઘૂસી ગયું હતું. ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં નરશીભાઈને ભાભર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ સમાચાર મળતા જ તેમના સગા સંબંધીઓ ભાભરમાં આવેલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતી. પીએમ રિપોર્ટ બાદ મૃતદેહ તેમના પરિવારને સોંપવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં અકસ્માતનો ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે. નરશીભાઈના પરિવારમાં પત્ની અને બે પુત્રો રહેલા છે.