AhmedabadGujarat

શહીદ વીર મહિપાલસિંહ વાળા ના ઘરે દીકરીનો જન્મ, પત્નીએ નામ રાખ્યું વિરલબા

જમ્મુ-કાશ્મીરના પુલ ગામમાં આતંકવાદીઓ સામે અથડામણમાં અમદાવાદના વિરાટનગરના વીર જવાન મહિપાલસિંહ શહીદ થઈ ગયા હતા. જ્યારે જવાનની પત્ની ગર્ભવતી હતી અને ગણતરીના દિવસોમાં જ બાળક જન્મ આપવાના હતા. પરંતુ બાળકનું મોઢું જોવાની આશમાં રહેલા પિતા બાળકના જન્મ પહેલાં જ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

એવામાં હવે જાણકારી સામે અવી છે કે, પતિના પંચભૂતમાં વિલિન થયાના છઠ્ઠા દિવસ દ્વારા પત્ની દ્વારા એક વિરાંગનાને જન્મ આપવામાં આવ્યો છે. જેનું નામ ‘વિરલબા’ રાખવામાં આવ્યું છે. હાલમાં મતાા-દીકરી એકદમ સ્વસ્થ હોવાની જાણકારી સામે આવી છે. જ્યારે પીડાદાયક એ બાબત છે કે, 15 મી ઓગસ્ટ જ્યારે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી કરવામાં આવશે ત્યારે શહીદ વીર જવાનનો પરિવાર તેના બારમાની ક્રિયા કરી રહ્યો હશે.

અમદાવાદના વિરાટનગર નજીક રહેનાર મહિપાલસિંહ વાળા જમ્મુ-કાશ્મીરના ફૂલ ગામમાં ફરજ પર રહેલા હતા. તે સમયે આતંકવાદીઓ સાથે થયેલી અથડામણમાં તેઓ શહીદ થઈ ગયા હતા. તેમની અંતિમ ક્રિયામાં અનેક લોકો જોડાયા હતા. આ દરમિયાન મુખ્યમંત્રી પણ તેમના પરિવારને આશ્વાસન આપવા માટે આવ્યા હતા. મહિપાલસિંહના પત્ની ગર્ભવતી હતા અને ગઈકાલના તેમણે દીકરીને જન્મ આપેલ છે. પરિવાર દ્વારા દીકરીનું નામ પણ વિરાંગનાની જેવું જ વિરલબા રાખવામાં આવ્યું છે.

તેની સાથે આ દરમિયાન પરિવારના તમામ સભ્યો હોસ્પિટલમાં જ રહેલા હતા અને તમામની આંખોમાં આંસુની નદીઓ વહેવા લાગી હતી. આ સાથે મહિપાલસિંહના પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું કે, વીરની દીકરી વિરલબા જ રહેલ હોય. પરિવાર મહિપાલસિંહની કમી પૂર્ણ કરી શકશે નહીં, પરંતુ વિરલબાને કોઈ પણ તકલીફ ન મળે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવશે. દીકરી મોટી થશે અને જો તેને ડિફેન્સ સર્વિસીસમાં જવાની ઇચ્છા હશે તો તેને તેમાં જ મૂકીશું. અમારી દીકરી-બહેન માટે તમામ સુખ, સુવિધા અને ભણાવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર અને સૈન્ય તરફથી પણ મદદ પ્રાપ્ત થઈ છે અને હવે તેની ઉછેરવાની જવાબદારી સમગ્ર પરિવારની રહેલી છે. નોંધનીય છે કે, આ અગાઉ શહીદ મહિપાલસિંહનાં પત્ની વર્ષાબા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જો હું પુત્રને જન્મ આપીશ તો તેને ભારતીય સૈન્યમાં જ મોકલીશ. હાલ પરિવારને મળવા માટે અલગ અલગ સંસ્થાઓ, પરિવારો અને નિવૃત્ત જવાનો સતત આવી રહ્યા છે.