GujaratRajkotSaurashtra

હાર્ટએટેકથી વધુ એક મોત : રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટી કલ્પેશ તંતીનું હાર્ટએટેકથી અવસાન

ગુજરાતમાં કોરોના બાદ હવે હાર્ટએટેકથી મોત થવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હાર્ટએટેકથી મોત થવાનો આંકડો સતત વધી રહ્યો છે. થોડા સમયગાળામાં હાર્ટએટેકથી 25 વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે. જ્યારે આજે આવા જ એક સમાચાર રાજકોટથી સામે આવ્યા છે.

રાજકોટમાં ખોડલધામના ટ્રસ્ટીનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પાટીદાર અગ્રણી કલ્પેશ તંતીના અવસાનથી લેઉવા પાટીદાર સમાજ અને તેમના પરિવાજનોમાં શોકનું મોંજુ છવાઈ ગયું છે. જ્યારે તેમનું 46 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું છે.

જાણકારી અનુસાર, રાજકોટના નાના મવા રોડ પર શ્રીરાજ રેસિડન્સીમાં કલ્પેશભાઈ તંતીનો પરિવાર વસવાટ કરે છે. જ્યારે તે તુલસીપત્ર બંગલોમાં વસવાટ કરે છે. ગઈકાલ રાત્રીના સાંજે બંગલોના બીજા માળે ભગવાનની સાંજની પૂજા કરવા માટે ગયેળા હતા

એવામાં લગભગ અડધા કલાક સુધી તેઓ ત્યાંથી આવ્યા નહોતા. તેના લીધે પરિવારજનો દ્વારા તેમને નીચેથી બુમો પાડવામાં આવી પરંતુ તેમના દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નહોતો. તેના લીધે પરિવાર ઉપર જોવા ગયો તો કલ્પેશભાઈ જમીન પર બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. તેના લીધે તેમને ત્યાર બાદ સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ હોસ્પિટલમાં રહેલા તબીબો દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. તેમના મૃત્યુથી પરિવારજનોમાં દુઃખનું મોંજુ ફરી વળ્યું છે.

આ સિવાય કલ્પેશભાઈના અવસાનથી લેઉવા પાટીદાર સમાજમાં શોકનું ફરી વળ્યું છે. તેઓ પ્રસિદ્ધ ખોડલધામ મંદિરમાં ટ્રસ્ટી તરીકે પણ ફરજ બજાવતા છે. ત્યારે કલ્પેશ તંતીનું હાર્ટ એટેકથી અવસાન થતા પરિવારના અને સમાજમાં શોકનું મોંજુ ફરી વળ્યું છે.

જ્યારે કલ્પેશભાઈની વાત કરીએ તો તેમને 18 વર્ષનો દીકરો અને 15 વર્ષની દીકરી રહેલી છે. તેમનું રાકોડના સડક પીપળઆયા નજીક પોલીમરનું કારખાનુ રહેલું છે. આ સિવાય કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે પણ તે સંકળાયેલા હતા. ત્યારે તેમના આકસ્મિક મૃત્યુ થી પરિવારને ભારે આઘાત લાગ્યો છે.

હાર્ટ એટેક કેમ આવે છે?

હાર્ટ એટેક એ મોટાભાગે અમુક ઉંમર પછી આવતો હોવાનું મનાય છે. પરંતુ હમણાં ઘણા સમયથી હાર્ટએટેકના કારણે ગુજરાતના અનેક યુવાનો મૃત્યુ પામ્યા છે. છેલ્લા બે મહિનામાં હાર્ટ એટેકના કારણે ગુજરાતના 20 થી વધુ યુવકોના મોત નિપજ્યાં છે. જેને લઈને તબીબો પણ આ વાતનું સાચું કારણ શોધી રહ્યા હતા કે આખરે આવું કેમ થઈ રહ્યું છે. ત્યારે કારણ શોધી રહેલા નિષ્ણાતોના મતે યુવાનોને આવતા હાર્ટએટેક એ કોરોના ઈફેક્ટ છે. શારીરિક શ્રમ તેમજ શરીરમાં પ્લેક ફાટવાને લીધે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવો જાણીએ આ પ્લેક શું છે.