AhmedabadGujarat

અમદાવાદના પ્રહલાદનગરમાં કારે ચાલકે ટેમ્પો સહિત ચાર વાહનોને અડફેટે લેતા સર્જાયો અકસ્માત, બે ઈજાગ્રસ્ત

રાજ્ય સહિત સમગ્રદેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માત ના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટાવધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત અમદાવાદથી સામે આવ્યો છે.

અમદાવાદમાં ગઈ કાલ રાત્રીના એક કારચાલકે ટેમ્પો, એક કાર અને બે રિક્ષાને અડફેટે લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં બે લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં અવ્યા હતા. હાલમાં આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

જાણકારી મુજબ, અમદાવાદના શ્યામલ ચાર રસ્તાથી પ્રહલાદનગર તરફ જવાના રસ્તા પર ટાઈટેનિયમ સિટી પાસે ગઈકાલ રાત્રીના એક વૃદ્ધ કાર લઇ જઈ રહ્યા હતા. તે તેમની કાર એક લોડિંગ ટેમ્પોની સાથે અથડાઈ ગઈ હતી. ત્યાર બાદ તેઓ ગભરાઈ ગયા હતા અને બ્રેક મારવાની જગ્યાએ તેમને એક્સીલેટર દબાવી દીધું હતું. તેના લીધે કાર દ્વારા અન્ય કાર અને બે રિક્ષાને અડફેટે લેવામાં આવી હતી. ત્યાર બાદ કાર ઝાડ સાથે અથડાઈ ગઈ હતી.

અકસ્માત સર્જાતા સ્થાનિક લોકો મદદે માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા આનંદનગર પોલીસ સ્ટેશનની ટીમ પણ ઘટનાસ્થળ આવી ગઈ હતી. ત્યાર બાદ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે લોકોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી દેવાયા હતા. આ અકસ્માતમાં વૃદ્ધની કાર, બે રિક્ષા, એક ટેમ્પો અને એક ગાડી સહિત કુલ પાંચ વાહનોને નુકસાન થયું હતું. પોલીસ દ્વારા કારચાલકની અટકાયત કરવામાં આવી હતી. હાલમાં ઘટનાને લીધે આનંદનગર પોલીસ અને એન ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.