AhmedabadGujarat

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તીએ વરસાદને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં હાલ વાદળછાયુ વાતાવરણ બનેલું છે. તેમાં પણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ વાદળા ઘેરાયેલા છે. તેમ છતાં અમદાવાદમાં વરસાદની શક્યતા નહીંવત રહેલી છે. હવામાન વિભાગના ડાયરેક્ટ ડો. મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલ ભલે વાદળછાયુ વાતાવરણ બનેલું હોય તો પણ અમદાવાદમાં વરસાદની સંભાવના રહેલી નથી. શહેરના કેટલાંક વિસ્તારોમાં ખાલી સામાન્ય વરસાદી વરસવાની શક્યતા રહેલી છે. પરંતુ ભારે વરસાદની કોઈ શક્યતા રહેલી નથી.

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહન્તી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં આગામી ચાર દિવસ વાતાવરણ સામાન્ય રહેવાનું છે. તેનો અર્થ એ કે, આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી નથી. જ્યારે કેટલાંક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદને બાદ કરતા વાતાવરણ સામાન્ય રહેવાનું છે. આ સિવાય તેમને એ પણ જણાવ્યું  છે કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વધારે વરસાદ વરસવાની શક્યતા નથી. કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે.

હવામાન વિભાગ મુજબ, 23 મી ઓગસ્ટના રોજ એટલે આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા રહેલી છે.

તેની હવામાંના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને જણાવવામાં આવ્યું છે કે, વરસાદી સિસ્ટમ હાલ શાંત પડી છે. તેમ છતાં 25 ઓગસ્ટ બાદ ફરી એક વખત વરસાદની સિસ્ટમ એક્ટીવ થતી જોવા મળી છે. ત્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળશે. પરંતુ હાલ પુરતો અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે.