ગઢડાના કેરાળા ગામ નજીક બે બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત અને ચારને ઈજા
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે.ત્યારે વધુ એક અકસ્માત ગઢડા ના કેરાળા ગામથી સામે આવ્યો છે.
ગઢડા ના કેરાળા ગામ પાસે રાત્રીના સમયે બે બાઈકો સામસામે અથડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં 21 વર્ષીય યુવાનનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે લોકોને ગંભીર ઈજા પહોંચતા તેઓને તાત્કાલિક સારવાર માટે બોટાદ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ ની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આ મામલા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના કેરાળા ગામ નજીક ગઈ કાલ રાત્રી ના બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં જેમાં 21 વર્ષીય જયદીપ ધીરૂભાઈ સીસા નામના યુવાનનું ઘટના સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બંને બાઈકમાં સવાર ચાર લોકોને ઈજા પહોંચતા 108 દ્વારા તેમને સારવાર માટે પહેલા ગઢડાની રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ઈજા ગંભીર હોવાના લીધે તેમને વધુ સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક ના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણકારી મળતા ગઢડા પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી સમગ્ર મામલામાં તપાસ હાથ ધરી હતી.