અમદાવાદ શહેરમાં ભાડજને લઈને સમાચાર સામે આવ્યા છે. અમદાવાદના ભાડમાં પાંચ વર્ષની બાળકી દુષ્કર્મ આચરનાર આરોપીને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. બાંધકામની સાઈટ પર કામ કરતા 22 વર્ષીય વ્યકિત દ્વારા બાળકી ને ચોકલેટ આપવાના બહાને પોતાની સાથે લઈ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું.
પ્રાપ્ત માહિતી મુજબ, વાસી ઉત્તરાયણના દિવસે એક કન્સ્ટ્રક્શન સાઇટ પરની લેબર કોલોનીમાં રહેનાર પાંચ વર્ષની બાળકી ઘર નજીક અન્ય બાળકોની સાથે રમી રહી હતી. તે સમયે અચાનક અજાણ્યા વ્યક્તિ દ્વારા ચોકલેટ આપવાનું બહાનું આપી બાળકીને અવાવરૂ જગ્યાએ લઇ ગયો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકી ગંભીર હાલતમાં ઘરે આવી તે સમયે તેના ગુપ્ત ભાગમાં લોહી નીકળતું હોવાના લીધે તેને નજીક હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી. તે દરમિયાન ફરજ પર રહેલા તબીબ દ્વારા દુષ્કર્મ આચર્યું હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ આ મામલામાં સોલા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
આ મામલામાં પોલીસ દ્વારા ધીલુ માવડા નામના મધ્યપ્રદેશના 22 વર્ષીય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. 15 મી જાન્યુઆરીના રોજ બાળકી જ્યારે અન્ય બાળકો સાથે રમી રહી હતી તે દરમિયાન આરોપી તેને ચોકલેટ આપવાના બહાને અવાવરૂ જગ્યાએ લઈને ચાલ્યો ગયો હતો. આરોપી ફરિયાદીના પરિચીત હોવાના લીધે બાળકી તેની સાથે ચાલી ગઈ હતી. આરોપી વાત કરીએ તો તે કડિયાકામ કરે છે. તે પોતે 3 બાળકોનો પિતા હોવાનું પણ જાણકારી સામે આવી છે. હાલમાં આરોપીને પોલીસ દ્વારા પકડીને તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.