GujaratMadhya Gujarat

વડોદરાના હરણી લેકમાં સર્જાયેલ દુર્ઘટના માસૂમ બાળકે વર્ણવી, સાંભળીને ઉડી જશે તમારા હોશ…

વડોદરાના હરણી લેક ઝોન ખાતે ના તળાવમાં મોટી દુર્ઘઘટના સમાચાર સામે આવ્યા છે. બોટ પલટી મારી જતા ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને અકસ્માત સર્જાયો છે. જેમાં એક વિધાર્થીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જ્યારે 5 વિદ્યાર્થીઓ લાપતા હોવાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓને લાઇફ જેકેટ પહેરાવ્યા વગર જ બોટમાં બેસાડવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે, આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 14 લોકોના કરુણ મૃત્યુ નીપજ્યા છે. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા છે.

જાણકારી મુજબ, 11 જેટલા લોકોએ લાઈફ જેકેટ પહેરવામાં આવ્યું હતું તેના લીધે તેમનો જીવ બચી ગયો છે. પરંતુ જ્યારે અન્ય બાળકો લાઈફ જેકેટ વગર બોટમાં સવાર થયેલા હતા. તેની સાથે 13 બાળકો 2 ટીચરનું રેસ્ક્યૂ કરાયું છે. આ તમામ ઘટના લઈને એક બાળક દ્વારા ઘટનાને લઈને પોતાની વેદના વર્તવામાં આવી છે.

આ ઘટનાને લઈને માસૂમ બાળક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બોટ આખી ઊંઘી થઈ ગઈ હતી. થોડા લોકો નીચે ચાલ્યા ગયા અને હું એકલો જ રહેલો હતો અને પછી થોડા લોકો ઉપર આવી ગયા હતા. ત્યાર બાદ પાઈપ આવી અને અમે તેને પકડીને ઉપર આવ્યા હતા.

તેની સાથે બાળક દ્વારા વધુમાં કહેવામાં આવ્યું કે, આ બોટમાં 30 લોકોને બેસાડવામાં આવ્યાં હતાં જેમાં 7 ટીચર રહેલ હતાં. જ્યારે બધાને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા નહોતાં. આ મામલામાં વાલીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે, બોટિંગનો જે ચાર્જ લેવામાં આવે છે ત્યારે બાળકોને લાઈફ જેકેટ વગર એન્ટ્રી આપવામાં આવી જ નહીં. આ ઘટના સામે સખ્ત પગલા ભરવામાં આવે જોઈએ.