GujaratAhmedabad

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ઠંડીને લઈને કરી મોટી આગાહી

ગુજરાતમાં થોડા દિવસોથી ઠંડીએ જોર પકડ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા 15 ફેબ્રુઆરી સુધીમાં ઠંડીના બે ત્રણ રાઉન્ડ આવી તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ મુજબ, ત્રણ દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર જોવા મળશે નહીં. ત્યાર બાદ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધવાની શક્યતા રહેલી છે. આ સિવાય અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારમાં  લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી ની આજુબાજુ રહે તેવી શક્યતા રહેલી છે.

તેની સાથે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા સોશિયલ મીડિયા પર ઠંડીને લઈને રીપોર્ટ જાહેર કર્યો છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે,  આ વખતનો 2023-24 નો પાસર થયેલ શિયાળો 23 ટકા ઓછો રહ્યો છે. આ સિઝનનો 70 ટકા જેટલો શિયાળો જતો રહ્યો છે. તેમાં બેથી ત્રણ શિયાળાના રાઉન્ડ સારા રહ્યા હતા. અલનીનો ને લીધે આ વખતે દર વખત જેવી ઠંડી જોવા મળી નથી. જ્યારે સામાન્ય રીતે 28 ફેબ્રુઆરીના શિયાળો વિદાય લઇ લે છે અને માર્ચ મહિનાથી ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ જાય છે. જ્યારે આ વખતે વર્ષ 2023-24 માં શિયાળો 15 ફેબ્રુઆરી પછી વિદાય લઇ લે તેવી શક્શયતા રહેલી છે. તેનો સાથે 15 ફેબ્રુઆરીથી ઊંચું જાય તેવી શક્યતા રહેલી છે.