GujaratAhmedabad

ખેડાના માતર ગામમાં રખડતા ઢોરે દંપતિને લીધું અડફેટે, પત્નીની નજર સામે પતિનું કરુણ મોત

રાજ્યમાં રખડતા ઢોરોનો આતંક યથાવત રહેલો છે. તેને લઈને અનેક લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જ્યારે આજે સોખડા ગામથી આવી જ એક બાબત સામે આવી છે. રખડતા ઢોર દ્વારા એક દંપતિને અડફેટે લેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જેમાં પત્ની સામે પતિ રસ્તા પર જ કરુણ મુત્યુ નીપજ્યું હતું. જ્યારે પત્નીને ઈજા પહોંચી હતી. આ ઘટનાને લઈને માતર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, માતરના મોતીપુરા સીમ વિસ્તારમાં રહેનાર 50 વર્ષિય દિનેશભાઈ રવજીભાઈ પરમારનો ભત્રીજો શૈલેષ ગઈ કાલના રોજ તેની પત્ની કાજલને મોટર સાયકલ પર બેસાડી ખેડા સિવિલની બાજુમાં રહેનાર સંબંધીને ત્યાં ખબર કાઢવા માટે ગયો હતા. આ દરમિયાન સોખડા ગામની સીમમાં છગનપુરા પાટીયા નજીક રખડતી ગાય રોડ પર આવી જતા શૈલેષની ગાય સાથે અથડાઈ ગયું હતું. તેના લીધે શૈલેષ અને પાછળ બેઠેલ તેઓની પત્ની કાજલ રસ્તા પટકાઈ ગયા હતા.  પર પટકાયા હતા.

એવામાં શૈલેષભાઈને તેના લીધે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળ પર કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે કાજલને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાની જાણકારી સામે આવી છે. આ ઘટનાને લઈને દિનેશભાઈ પરમાર દ્વારા માતર પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા ગુનો દાખલ કરી આ મામલામાં વધુ તપાસ હાથ ધરી છે.