GujaratAhmedabad

અમદાવાદ ને ક્લીન સિટી બનાવવાની ઝુંબેશ, આજથી જાહેર રસ્તા ઉપર થૂંકનારા પાસેથી દંડ વસૂલાશે

અમદાવાદ શહેરને સ્વચ્છ બનાવવા આજથી મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સઘન ઝૂંબેશ શરૂ કરવામાં આવ્યું છે. તેના દ્વારા તમામ જાહેર રસ્તા પર થૂંકનારા લોકો પાસેથી 50 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીનો વહિવટી ચાર્જ વસૂલ કરવાનો નિર્ણય લેવાયો છે. તેની સાથે વિવિધ રસ્તા પર સ્માર્ટ સિટી દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવીની મદદ લેવાશે. તેના સિવાય લોકો જાહેર રસ્તા પર થૂંકતા બંધ થાય તે માટે વિશેષ સ્કવોર્ડ ફરજ પર મુકવામાં આવી છે.

આ બાબતમાં કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, AMC ને પ્રોવિન્શિયલ એક્ટ હેઠળ સત્તા પ્રાપ્ત થઇ છે, તેનો ઉપયોગ કરી શહેર ને વધુ સ્વચ્છ બનાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવે. આ એક્ટની જોગવાઈ અનુસાર હાલમાં જાહેર રસ્તા પર થૂંકતા લોકો પાસેથી મ્યુનિસિપલ તંત્ર દ્વારા રૂપિયા 50 થી 100 સુધી નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવી શકે છે.

તેની સાથે શહેરીજનો જાહેર રસ્તા પર થૂંકતા બંધ થાય તે માટે વિશેષ સ્કવોર્ડ પણ બનાવવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, મ્યુનિસિપલના સોલિડ વેસ્ટ વિભાગની સાથે હેલ્થ તથા અન્ય વિભાગને સંકલન કરી શહેરીજનો જાહેર રસ્તા પર થૂંકતા બંધ થઈ જાય તેના માટે વિશેષ સ્કવોર્ડ બનાવી વિવિધ વોર્ડ વિસ્તારમાં ફરજ પર મુકવાની સૂચના પણ અપાઈ છે. આગામી સમયમાં શહેરના જાહેર રસ્તા પર લોકો થૂંકતા બંધ થઈ જાય. કચરો ફેંકી ગંદકી કરતા અટકે તે માટે ખાસ પોલીસી બનાવી તેનો અમલ કરાવવા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પોલીસી બનાવવાનું કહેવામાં આવ્યું છે.