GujaratAhmedabad

ટ્રાફિકની વિકટ સમસ્યા વચ્ચે અમદાવાદીઓ માટે સારા સમાચાર, વધુ બે અંડરપાસ મળશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે સતત વધતી જોવા મળી રહી છે. તેન પહોંચી વળવા માટે શહેર પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. તેની સાથે શહેરમાં અંડર બ્રિજ અને ઓવર બ્રિજ પણ બનાવવામાં આવી રહ્યા છે. એવામાં હવે આગામી સમયમાં અમદાવાદ ને બે અંડરપાસ મળવાના છે.

અમદાવાદીઓને આગામી દિવસોમાં બે અંડરપાસ મળવાના છે. પાલડી જલારામ મંદિર પાસેના અંડરપાસ નું કામ અંતિમ તબક્કામાં રહેલ છે જ્યારે મકરબા અંડરપાસ બની ગયો છે. આગામી એક થી બે મહિનામાં અંડરપાસ ના લોકાર્પણની શક્યતા જોવા મળી રહી છે. ફાટક મુક્ત અમદાવાદ અભિયાન હેઠળ અંડરપાસ તૈયાર કરાઈ રહ્યા છે. અંડરપાસ શરૂ થતા જ શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા માંથી મુક્તિ મળી જશે.

તમને જણાવી દઈએ કે, પાલડી અંડરપાસનું કામ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન, મ્યુનિસિપલ કોર્પોરેશન અને રેલવેના સહયોગથી શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે આ એક અંડરપાસ એવો છે જેના પર મેટ્રો સ્ટેશન પણ બનાવવામાં આવ્યું છે.

તેની સાથે મકરબા અંડરપાસ બની ગયો છે. જ્યારે પાલડી અંડરપાસ નું કામ આખરી તબક્કામાં રહેલું છે. આગામી 1-2 મહિનામાં બંને અંડરપાસ ના લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે. ફાટક મુક્ત અમદાવાદ હેઠળ બંને અંડરપાસ થી વાહનચાલકોને ફાયદો થશે. મકરબા અંડરપાસ બનતા સરખેજ, મકરબા અને એસજી હાઇવે તરફ ના લોકોને રાહત મળી જશે. જ્યારે પાલડી જલારામ મંદિર અંડરપાસ બનતા જમાલપુરથી સીધા પાલડી અને સીજી રોડ જઈ શકાશે. ચાર વર્ષના અંતે જલારામ મંદિર અંડરપાસ બનીને પૂર્ણ થઈ ગયો છે. જેમાં AMC, રેલવે અને મેટ્રોના સંયુક્તપણે આ અંડરપાસ બનાવવામાં આવ્યો છે.