પંચમહાલ : શહેરા પાસે ટ્રેક્ટરચાલકે સાઈકલસવારને અડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત
રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત પંચમહાલના શહેરા તાલુકાના ચલાલી ગામથી સામે આવ્યો છે.
પ્રાપ્ત માહિત મુજબ, શહેરા તાલુકાના ચલાલી ગામમાં ટ્રેક્ટર ચાલક દ્વારા એક સાયકલ સવાર યુવાનને અડફેટે લઈને અકસ્માત સર્જ્યો હતો. તેના લીધે યુવાનને ભારે ઈજા પહોંચી હતી. ત્યાર બાદ યુવાન ને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે ટૂંકી સારવાર દરમિયાન સાયકલ સવાર યુવાન નું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક પોતાનું ટ્રેક્ટર ઘટનાસ્થળ ઉપર મૂકીને નાસી ગયો હતો. આ મામલામાં શહેરા પોલીસ દ્વારા એક્સિડન્ટ નો ગુનો દાખલ કરી વધુ શરુ કરી છે.
જાણકારી મુજબ, શહેરા તાલુકાના ચલાલી ડેરીની સામે ડીપી ફળિયામાં રહેનાર ધર્મેન્દ્રસિંહ ભીમસિંહ બારીયા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગત. 8/2/24 ના રોજ સાંજના સમયે મારો ભાઈ વિરેન્દ્રસિંહ ભીમસિંહ બારીયા પોતાની સાયકલ લઈને ચલાલી ગામ પાસેના રોડથી જઈ રહ્યો હતો. તે સમયે મેસી ટેકટર નંબર RJ. 35 RA. 0675 ના ચાલક દ્વારા પુરઝડપે વાહન હંકારી મારા ભાઈની સાઇકલને ટક્કર મારી ગંભીર રીતે તેમને ઈજાગ્રસ્ત કર્યા હતા. ત્યાર બાદ તે નાસી ગયો હતો. તેના લીધે હું તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ભાઈને સારવાર માટે લઇ ગયો હતો. તે દરમિયાન ફરજ પર રહેલા ડોક્ટર દ્વારા મારા ભાઈ વિરેન્દ્ર બારીયા ની સારવાર દરમિયાન મૃત જાહેર કરવામાં આવ્યો હતો. તેના લીધે અમે શહેરા પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ટ્રેક્ટર ચાલક વિરોધ માં ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ દ્વારા આ મામલામાં ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી.