GujaratAhmedabad

પીએમ નરેન્દ્ર મોદીની વધુ એક ગેરંટી, 300 યુનિટ વીજળી મફત મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવેલા છે. ત્યારે વિવિધ વિકાસ કામોનું ખાતમુહર્ત-લોકાર્પણ કરાયું હતું. પીએમ મોદી દ્વારા PM સૂર્યઘર યોજના વિશે વાત કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી દ્વારા PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપવામાં આવી છે. તમે વિચારતા હશો કે આવું કેવી રીતે બનશે તેને લઈને અમે તમને જણાવીશું. પ્રધાનમંત્રી દ્વારા PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપવામાં આવી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM સૂર્યઘર યોજનામાં દર મહિને 300 યુનિટ મફત વીજળીની ગેરંટી આપવામાં આવી છે. સોલાર રૂફટોપ લગાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા લોન આપવામાં આવશે અને વધારાની વીજળી પણ સરકાર દ્વારા ખરીદવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી દ્વારા સૌર ઉર્જા થકી દેશના 1 કરોડ ઘરોને મફત વીજળી આપવાની યોજના શરૂ કરવામાં આઈ છે. આ યોજનાને ‘પ્રધાનમંત્રી- સૂર્ય ઘર: મફત વીજળી યોજના’ નામ અપાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના એક કરોડ ઘરો પર રૂફટોપ સોલાર લગાવવાની આ યોજના માટે અરજીઓ શરૂ કરી દેવામાં આવી છે અને એક પોર્ટલ પણ શરૂ કરી દેવામાં આવેલ છે.

તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા તા. 13 ફેબ્રુઆરી 2024 ના રોજ ફી ઇલેકટ્રીકસિટી સોલર રૂફટોપ યોજના શરૂ કરાઈ છે. જેમા ભારતના કુલ 1 કરોડ ઘરોમાં રૂ.78,000 કરોડના ખર્ચે મફત વીજળી આપવાનુ આયોજન કેંદ્ર સરકાર દ્વારા કરાઈ રહ્યું છે. જેમાં ગુજરાત રાજ્યના કુલ 20 લાખ ઘરોને પી. એમ. સૂર્ય ઘર : મફત વીજળી યોજનાનો લાભ પ્રાપ્ત થશે. તેની સાથે મધ્ય ગુજરાતના 5 લાખ ઘરો પી. એમ સૂર્ય ઘર યોજનામાં આવરી લેવાશે.