GujaratAhmedabad

ગુજરાતના શિક્ષણમંત્રીએ ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીના મુદ્દે આપ્યું મોટું નિવેદન

ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીનો મુદ્દો વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા  ટેટ-ટાટ પાસ ઉમેદવારોની તાત્કાલિક ભરતી કરવાની વિધાનસભામાં માગ કરવામાં આવી હતી. આ મુદ્દે શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે લાયકાત અનુસાર નોકરી આપીએ છીએ. કોંગ્રેસના સમયમાં માત્ર ભલામણો ચાલતી હતી. અમે જ્ઞાન સહાયકની ભરતી બહાર પાડી અને અત્યાર સુધી 12 હજારથી વધુ જ્ઞાન સહાયકોને નિમણૂંકતા આપેલ છે. તેમ છતાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કાયમી ભરતીની માંગ કરવામાં આવી રહી છે.

તેમને વધુમાં જણાવ્યું છે કે, વર્ષ 2022 માં ટેટ-1 અને ટેટ-2 ના પાંચ હજારથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. પરંતુ વર્ષ 2023માં ટેટ-1 અને ટેટ-2 ની એક પણ કાયમી ભરતી થયેલ નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં જ્ઞાન સહાયકની ભરતી કરવામાં આવી છે જેનો ઉમેદવારો દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. શિક્ષણ મંત્રી એ જણાવ્યું કે, જ્ઞાન સહાયકની ભરતી એ કાયમી ભરતી રહેલ નથી.

તેની સાથે ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનું સ્તર કથળેલી હાલતમાં જોવા મળી રહ્યું છે એવામાં હવે ઓરડાની ઘટ હોવાના સત્તાવાર આંકડા પણ સામે આવેલ છે. સરકાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં 10 હજારથી વધુ ઓરડા નવા બનાવવામાં આવ્યા છે. પરંતુ હજુ પણ 9 હજાર 153 ઓરડાની ઘટ રહેલી છે. જ્યારે ગુજરાતના 6 જિલ્લામાં 2 હજાર 281 શિક્ષકોની ઘટ હોવાની જાણકારી સામે આવી છે.

શિક્ષમ મંત્રી દ્વારા એ પણ સ્વીકારવામાં આવ્યું છે કે, ગીર સોમનાથ જિલ્લામાં 68 શિક્ષકની ઘટ, અમરેલી જિલ્લામાં 384 શિક્ષકોની ઘટ, રાજકોટ જિલ્લામાં 725 શિક્ષકોની ઘટ, નવસારી જિલ્લામાં 324 શિક્ષકોની ઘટ, નર્મદા જિલ્લામાં 333 શિક્ષકો અને વલસાડ જિલ્લામાં 387 શિક્ષકોની ઘટ રહેલ છે.