SaurashtraGujaratJamnagar

રિવાબાએ પૂનમ માડમને મળીને ટિકિટ મળવાની શુભેચ્છા પાઠવી, તસ્વીરને લઈને જામનગરના રાજકારણમાં ચર્ચાઓએ જોર પકડ્યું

લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP) ના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડવામાં આવી છે. એવામાં લોકસભાની ટિકિટ જાહેર થતા સાથે રિવાબા જાડેજા પૂનમબેન માડમને વધામણા આપતા દેખાયા હતા. રિવાબા દ્વારા પૂનમ માડમને બહેનપણીની જેમ ગળે લગાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. ત્યારે રાજકારણની કડવાશ દૂર થઈ હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવ્યું.

તમને જણાવી દઈએ કે, ગઈકાલના ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણી માટે 15 ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ હતી. જેમાં જામનગર બેઠક પરથી પૂનમ માડમના નામની જાહેરાત કરવામાં આવી હતી. જામનગરની બેઠક પરથી પૂનમબેન માડમ ફરી રિપીટ કરવામાં આવતા જામનગરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. પૂનમ માડમના નામની જાહેરાત થતા જ જામનગરમાં ફટાકડા ફોડીને તેની ઉજવણી કરાઈ હતી. તેમ છતાં આ ઉજવણીમાં જામનગરના ધારાસભ્ય રિવાબા જાડેજા પણ આવ્યા હતા.

તેની સાથે રિવાબા જાડેજા દ્વારા પુનમબેન માડમને ગળે લગાવીને અને હાથ મિલાવીને ખુશખુશાલ ચહેરે અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સાથે બંને વચ્ચેની આ કેમેસ્ટ્રી જોવા જેવી રહેલી હતી. અગાઉના ઝઘડાને ભૂલીને બંને ખુશ જોવા મળ્યા હતા. સાંસદ પૂનમ માડમને અન્ય હોદ્દેદારો અને કાર્યકરોની હાજરીમાં રિવાબા જાડેજા દ્વારા ગળે લગાવવાની સાથે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. રિવાબા દ્વારા પૂનમ માડમ સાથે ગત વર્ષે જાહેરમાં ઝઘડો કરવામાં આવ્યો હતો. પૂનમ માડમ અને રિવાબા જાડેજા વચ્ચે જાહેરમાં રકઝક જોવા મળી હતી. તેનો વિડીયો પણ ખુબ વાયરલ થયો હતો.