આ ગુજરાતી ક્રિકેટર લડશે લોકસભાની ચૂંટણી, જાણો કંઈ બેઠક પરથી મળી ટિકિટ…
લોકસભા ચૂંટણી પહેલા INDIA ગઠબંધનને લઈને મોટી જાણકારી સામે આવી છે. પશ્ચિમ બંગાળની શાસક ટીએમસી દ્વારા પૂર્વ ઓલરાઉન્ડર અને ગુજરાતી ખેલાડી યુસુફ પઠાણને લોકસભાની ચૂંટણી ટિકિટ આપવામાં આવી છે. ટીએમસી દ્વારા યુસુફ પઠાણને બંગાળની બહારમપુર પરથી ટિકિટ આપવામાં આવી છે અને તેમનો સામનો લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી સામે થવાનો છે. ટીએમસી દ્વારા આજે રાજ્યની તમામ 42 લોકસભા બેઠકના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં સ્ટાર ક્રિકેટર યુસુફ પઠાણના નામનો પણ સમાવેશ થયો હતો.
તેની સાથે તમને જણાવી દઈએ કે, ક્રિકેટર યુસુફ પઠાણના આ બેઠક પરથી જીતવાના ચાન્સ રહેલા છે. તે જાણીતો ચહેરો હોવાની સાથે અને બેઠકો પર મોટી સંખ્યામાં મુસ્લિમ મતદારો રહેલા છે. તેમ છતાં અધીર રંજન પણ જાણીતું નામ રહેલ છે તેથી મુકાબલામાં કાંટાની ટક્કર જોવા મળશે. જ્યારે યુસુફ પઠાણની વાત કરીએ તો તેમને 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરવામાં આવી હતી.
યુસુફ પઠાણ વાત કરીએ તો તે ટીમ ઈન્ડીયાનો પૂર્વ ઓલ રાઉન્ડર સ્ટાર ક્રિકેટર છે અને ગુજરાતના વડોદરાનો રહેવાસી રહેલ છે. તે 2007 ના ટી-20 વર્લ્ડ કપ અને 2011 ICC વર્લ્ડ કપના પણ ભાગ રહ્યા હતા. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા સમય યુસુફ પઠાણ દ્વારા આઇપીએલમાં પોતાનું નામ બનાવ્યું હતું. તેની સાથે આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદનું પણ પ્રતિનિધિત્વ તેમના દ્વારા કરવામાં આવી હતી.
તેની સાથે વધુમાં તમને જણાવી દઈએ કે, બરોડા રણજી ટીમના લાંબા સમયથી સેવા આપનાર યુસુફ પઠાણ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર ઈરફાન પઠાણના મોટા ભાઈ છે. ઈરફાન પઠાણ દ્વારા પાકિસ્તાન સામે 2007 ICC WT20 ની ફાઇનલમાં ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો. તેમણે 22 T-20I માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે. આ સિવાય ભારત માટે 57 ODI પણ રમી જેમાં તેમણે 810 રન બનાવ્યા અને 33 વિકેટ પણ ઝડપી હતી. જ્યારે 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી તેમના દ્વારા નિવૃત્તિ લેવામાં આવી હતી.