ગુજરાતમાં હાલ ગરમીનો પારો સતત વધ્યો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગરમીને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ૨ દિવસમાં તાપમાનમાં વધારો જોવા મળવાનો છે. એવામાં તેને લીધે લોકોને કાળઝાળ ગરમી સહન કરવાનો વારો આવશે.
તેના લીધે અમદાવાદમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચવાની શક્યતા છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર તરફની રહેલી છે. ત્યારે હાલમાં 9 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચી ગયેલ છે. એવામાં સૌથી વધુ સુરતમાં 35.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉનાળાની શરૂઆત સાથે અમદાવાદમાં 34.5 ડિગ્રી તાપમાન પહોંચી ગયેલ છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં ધીમે ધીમે ઉનાળો નો રંગ જોવા મળી રહ્યો છે. રાજ્યના અનેક શહેરો તાપમાન પારો 35 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તેમાં પણ હોળી સુધીમાં તાપમાનનો પારો વધુ 4 થી 5 ડિગ્રી વધે તેવી શક્યતા છે. અમદાવાદમાં હાલ 34 ડિગ્રી જેટલું તાપમાન પહોંચી ગયું છે. ત્યારે આગામી બે થી ત્રણ દિવસ સુધીમાં આ પારો 37 ડિગ્રી સુધી પહોંચે તેવી શક્યતા છે. જ્યારે હોળી સુધીમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા રહેલી છે. રાજ્યમાં હાલ મિશ્ર ઋતુનો અનુભવાઈ રહ્યો છે. સવાર ના ઠંડો પવન અનુભવાઈ રહ્યો છે અને બપોર સુધીમાં આકરી ગરમી પડે છે. ત્યારે આગામી દિવસોમાં ગરમી વધુ ગરમી પડે તેવી શક્યતા રહેલી છે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, હાલમાં તાપમાન સામાન્ય કરતા ઓછું રહેલ છે. પરંતુ આવતીકાલથી તાપમાન 2 થી 3 ડિગ્રી વધી તેવી શક્યતા છે. આગામી દિવસોમાં અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી તેવી શક્યતા છે. જ્યારે રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તર તરફની રહેલી છે. નવ શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોંચી ગયેલ છે. તેની સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 14 ડિગ્રી રહેલ છે. જ્યારે સૌથી વધુ મહત્તમ તાપમાન સુરતમાં 35.2 ડિગ્રી નોંધાયું હતું.