વધુ એકનું હાર્ટ એટેકથી મોત : સુરતના નવાગામમાં ૪૭ વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
આજકાલ દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના કેસ ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. અગાઉ મોટાભાગે આધેડ વયના લોકો આ રોગથી પીડાતા હતા. પરંતુ હવે હાર્ટ એટેકના કિસ્સા એટલા સામાન્ય થઈ ગયા છે કે યુવાનો પણ તેનો શિકાર બની રહ્યા છે. એવામાં આજે આવા જ સમાચાર સુરત આવ્યા છે.
સુરતના નવાગામ વિસ્તારમાં યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, 47 વર્ષીય રાજેન્દ્ર દયારામ ઈશી નોકરી પર જાય તે પહેલા જ ઘરમાં તે બેભાન થઈ થઈ ગયા હતા. ત્યારબાદ પરિવારજનો દ્વારા કારમાં લઈને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનો જીવ ચાલ્યો ગયો હતો. તેના લીધે પરિવારજનોમાં શોકનું મોંજુ ફરી વળ્યું હતું.
તમને જણાવી દઈએ કે, રાજેન્દ્ર દયારામ ઈશી ભેભાન થઈ જતા કારમાં જ ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. તેમ છતાં ફરજ પરના તબીબો દ્વારા યુવકને મૃત જાહેર કરવામ આવ્યો હતો. તબીબ દ્વારા પરિવારજનોને હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. એવામાં યુવકના મૃત્યુથી ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે.
આ ઘટનાને લઈને તેમના સંબંધી વિજયભાઈ કોલી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને ચક્કર આવતા તે બેભાન થઈ ગયા હતા. આ ઘટના સાંજના સમયે ઘટી હતી. તેમને ખાનગી હોસ્પિટલ બાદ સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તબીબો દ્વારા એટેક જેવું કહેવામાં આવ્યું હતું. હાલમાં પીએમ રિપોર્ટ બાદ સમગ્ર બાબતની જાણકારી સામે આવશે. તે બે દીકરા અને એક દીકરીના પિતા હતા. જ્યારે હજીરા મિલમાં તેઓ નાઈટ ડ્યુટીમાં જાય તે અગાઉ જ સમગ્ર ઘટના ઘટી હતી. જ્યારે તેમના મૃત્યુથી પરિવારજનોમાં ગમગીન વાતાવરણ છવાયું છે.