GujaratAhmedabad

અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં લાગી ભયંકર આગ, બે માળ સળગીને ખાખ થઈ ગયા

અમદાવાદના બોપલથી મોટા સમાચાર સામે આવ્યા છે. બોપલ વિસ્તારમાં આવેલ સ્કાય જમ્પ ટ્રેમ્પોલીન પાર્કમાં મોડી રાત્રીના ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ચાર કલાકની મહેનત બાદ ફાયર વિભાગ દ્વારા આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. એવામાં એકાએક લાગેલી આગના લીધે ફાયરની 26 ગાડીઓએ ઘટના સ્થળ પર દોડી આવી હતી. અંતે ચાર કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગેમીંગ ઝોનમાં આગ લગતા સમયે કોઈ ન હોવાના લીધે મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. આગ લગતા ધુમાડો કાઢવા ફાયર વિભાગ દ્વારા કાચ તોડવાની પણ ફરજ પડી હતી. ટ્રેમ્પોલિન પાર્કમાં આગ લાગે ત્યારે ધુમાડો નીકળવાનો કોઈ વિકલ્પ રહેલો હતો. જ્યારે આ આગને લીધે બે માળને બળીને ખાખ થઈ ગયા હતા. તેના લીધે પ્રીમાયસીસના બાંધકામને લઇ કરાયેલી વ્યવસ્થા ઉપર સવાલો ઉભા થાય છે. પ્રિમાયસીસમાં થિયેટર હોવાના લીધે લોકોની ત્યાં હાજરી રહેલી હતી. ફાયર વિભાગ દ્વારા 100 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આગ કાબૂ લેવા માટે સ્નોરકેલની મદદ લેવામાં આવી હતી.

તેની સાથે આગ પર ચાર કલાકની મહેનત પર કાબુ મેળવવામાં આવ્યો હતો. બોપલમાં લાગેલી આગ બાબતમાં સ્થાનિકોની પ્રતિક્રિયા આપવામાં આવી છે. આ મામલામાં સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ ના લીધે ધુમાડો એટલો વધી ગયો કે શ્વાસ લેવામાં મુશ્કેલી થવા લાગી હતી. આ કારણોસર ઘરના બારી દરવાજા બંધ કરવા પણ પડ્યા હતા. તેની સાથે ઘટના સર્જાતા જ અફરાતફરી માહોલ ઉભો થઈ ગયો હતો. તેમ છતાં મોલમાં રહેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા.