GujaratAhmedabad

ગુજરાત યુનિવર્સિટીનીમાં નમાઝ વિવાદ બાદ સાત અફઘાન સ્ટુડન્ટને હોસ્ટેલ ખાલી કરવા હુકમ

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલમાં નમાઝ પઢવા મામલે વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી બબાલ બાદ હવે સાત અફઘાની વિદ્યાર્થીઓને હોસ્ટેલ રૂમ ખાલી કરવા આદેશ આપવામાં આવ્યા છે. અધિકારીઓ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, તેમાંથી પાંચ વિદ્યાર્થીઓ દ્વારા હોસ્ટેલ ખાલી કરી દેવામાં આવી છે.

તેની સાથે જે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવામાં આવ્યું છે તેને લઈને જણાવી દઈએ કે, આ બાબતમાં જે વિદ્યાર્થીએ અભ્યાસ પૂર્ણ કરી લીધો છે અથવા માત્ર કેટલીક ઔપચારિકતાઓ બાકી રહેલી છે તે વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. યુનિવર્સિટીના નિયમો અનુસાર વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ થયા પછી તે હોસ્ટેલની સુવિધાઓનો ઉપયોગ કરી શકતા નથી. જે 7 વિદ્યાર્થીઓને હોસ્ટેલ ખાલી કરવાનું કહેવાયું છે તે તમામ આ કેટેગરીમાં આવે છે. ગુજરાત યુનિવર્સિટીમાં હાલમાં 180 જેટલા વિદેશી વિદ્યાર્થીઓ રહેલા છે.

તમને જણાવી દઈએ કે, ગયા મહિને કેટલાક વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલના કેમ્પસમાં નમાઝ પઢવા બાબતમાં બબાલ થઈ હતી. યુનિના હોસ્ટેલમાં 20-25 લોકોના ટોળા દ્વારા તેમની સાથે મારામારી કરીને તોડફોડ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ મામલામાં 25 થી વધુ લોકો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. આ મામલો વિદેશ મંત્રાલય સુધી પહોંચ્યો હતો ત્યાર બાદ અફઘાનિસ્તાનના એક પ્રતિનિધિમંડળે યુનિવર્સિટીના કેમ્પસની મુલાકાત પણ લેવામાં આવી હતી.

તેની સાથે યુનિવર્સિટી સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા મુજબ, ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે જેમાં વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ પણ કોઈને કોઈ કારણસર હોસ્ટેલમાં રહી રહ્યા છે. આ કિસ્સાઓને જોતા યુનિવર્સિટી તેની સામે સખ્ત નિયમો લાગુ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.