પુરુષોત્તમ રૂપાલાની વાર્ષિક આવક 15 લાખ છે પરંતુ વાસ્તવમાં સંપત્તિ જાણીને ઉડી જશે તમારા હોશ
ક્ષત્રિય સમાજ ના ભારે વિરોધ વચ્ચે આજે 16 એપ્રિલના રોજ રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું છે. રાજકોટ જિલ્લા કલેક્ટર તેમજ ચૂંટણી અધિકારી સમક્ષ પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી પત્ર સાથે આવક-સંપત્તિની વિગતો રજૂ કરવામાં આવતા સોગંદનામું પણ રજૂ કરવામાં આવ્યું છે. તેના પરથી જાણકારી સામે આવી છે કે, પુરુષોત્તમ રૂપાલાની કરોડોની સંપત્તિ ના માલિક રહેલા છે. પરંતુ કેન્દ્રીય મંત્રી હોવા હતા તેમની ગત વર્ષની વાર્ષિક આવક 15 લાખ રૂપિયા જ રહેલી હતી.
પુરુષોત્તમ રૂપાલા દ્વારા ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલ સોગંદનામા અનુસાર, તેમની પાસે વિદેશી બનાવટની પિસ્તોલ રહેલી છે જ્યારે તેમની કે તેમના પત્ની પાસે કાર રહેલ નથી. પત્ની સવિતાબેન પાસે 81 લાખની કિંમતનું 1390 ગ્રામ સોનું રહેલું છે. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારીપત્ર સાથે રજૂ કરવામાં આવેલ સોગંદનામું રજૂ કરેલી કેટલીક માહિતી નીચે અનુસાર રહેલ છે.
સંપૂર્ણ નામ : પુરુષોત્તમભાઈ ખોડાભાઈ રૂપાલા, (ઉંમર-69)
અભ્યાસ : B.SC., B.ED.
કાયમી સરનામું : મુ. પો. ઈશ્વરીયા, તા. અમરેલી, જિ. અમરેલી – 365601
વાર્ષિક આવક
આવક ના સ્ત્રોત : મંત્રી અને સાંસદનું વેતન, ખેતી, વ્યાજ વગેરે છે.
છેલ્લા IT રિટર્ન મુજબ વાર્ષિક આવક : રૂ.15,77,110 (2022-23)
પત્ની સવિતાબેનની આવકના સ્ત્રોત : વેપાર, ભાડા આવક, વ્યાજ, ખેતી વગેરે છે.
પત્ની સવિતાબેન ની વાર્ષિક આવક : રૂ. 12,70,650 (2022-23)
તેની સાથે જંગમ મિલકત રૂ.5,79,64,087 રૂપિયા રહેલ છે.
જ્યારે વારસાગત આવક – રૂ. 28,51,490
સ્વઉપાર્જિત – રૂ. 3,94,28,809
પત્ની સવિતાબેનની સ્થાવર મિલકત નીચે મુજબ
વારસાગત – રૂ. 28,51,490
સ્વઉપાર્જિત – રૂ. 2,00,61,998
તેની સાથે પુરુષોત્તમ રૂપાલાની માથે કોઈપણ આર્થિક દેવું-લોન રહેલ નથી. જ્યારે તેમના પત્ની સવિતાબેન ના નામે રૂ. 1,95,000 ની લોન રહેલી છે.