GujaratAhmedabad

કરણસિંહ ચાવડાએ ક્ષત્રિય સમાજની આગામી રણનીતિને લઈને આપ્યું મોટું નિવેદન

ક્ષત્રિયો સમાજ ના વિરોધ વચ્ચે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. ક્ષત્રિય સમાજ ની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં તેમને લઈને રોષ યથાવત રહેલો છે. કેમ કે, ક્ષત્રિય સમાજ દ્વારા નવું અલ્ટીમેટમ પણ આપી દેવામાં આવ્યું છે. ત્યારે ક્ષત્રિય સંકલન સમિતિની પત્રકાર પરિષદ કરીને આગામી કાર્યક્રમો અને ભાવિ રણનીતિ વિશે જાણકારી આપી દેવામાં આવી છે. આ બાબતમાં કરણસિંહ ચાવડા દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે.

કરણસિંહ ચાવડા દ્વારા પત્રકાર પરિષદ જણાવવામાં આવ્યું છે કે, યુધ્ધ છેડાઈ ચૂક્યું છે એટલે હવે લાગ્યા સિવાય છૂટકો રહેલ નથી. ક્ષત્રિયો દ્વારા આવતીકાલથી કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. આવતીકાલથી ગામડાઓમાં રામનવમીના દિવસે મહાઆરતી કરવામાં આવશે. દરેક ગામડાઓમાં 12.39 વાગ્યાના આરતી કરશે અને શોભાયાત્રા કરાશે. ગામડાઓમાં સભા ભરાશે અને પુરુષોત્તમ રૂપાલાને મત ન આપવા માટે અપીલ કરાશે. દરેક ગામમાં દરેક જ્ઞાતિના લોકોને ભાજપ વિરુદ્ધ મતદાન કરવા અપીલ કરાશે.

તેની સાથે વધુમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોર કમિટી ના મેમ્બર અલગ-અલગ ટીમો બનાવશે અને તે ઘરો સુધી પહોંચશે. લોકોને ભાજપ વિરુદ્ધ વોટિંગ કરવાનું સમજાવવામાં આવશે. ભાજપની સભાઓમાં અમારી કાયદાની મર્યાદામાં દેખાવો કરવામાં આવશે. ક્ષત્રિય સમાજ દરેક ગામડાઓમાં ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવામાં આવશે. આણંદ, જામનગર જિલ્લામાં મહાસંમેલન પણ બોલાવવામાં આવશે. તેની સાથે આવનારા દિવસોમાં દરેક જિલ્લામાં સંમેલન બોલાવવામાં આવશે. આગામી 19 તારીખના ગુજરાત રાજ્યની રાજપૂત સમાજની સમિતિની બેઠક યોજવામાં આવશે. 19 તારીખની બેઠકમાં આગામી રણનીતિ ઘડીશું.