ગુજરાતમાં ગરમીને લઈને હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં ફરી ગુજરાતમાં ગરમીનું જોર વધવાનું છે. કાળઝાળ ગરમીના લીધે ફરી ગુજરાતીઓને તાપ અને બફારો સહન કરવો પડશે. તેની સાથે હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ પણ જાહેર કરી દેવાયું છે. તેના પણ તંત્ર દ્વારા એવી પણ સૂચના આપવામાં આવી છે કે, કારણ વગર બપોરના સમયે ઘરમાં બહાર જવું નહીં.
હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આજથી કાળઝાળ ગરમીની શરૂઆત થવાની છે. આ અઠવાડિયામાં ગરમીનું જોર વધુ જોવા મળવાનું છે. તેના પાછળનું સૌથી મોટું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ માં આવેલ ફેરફાર રહેલ છે. તે કારણોસર આગામી બે દિવસમાં ગરમી નું જોર વધુ જોવા મળશે.
તેની સાથે તમને જણાવી દઈએ કે, રાજ્યમાં બે દિવસ ગરમી પારો ચડવાનો છે. તેમાં પણ ૧૬ અને ૧૭ એપ્રિલ સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ગુજરાતના આ જિલ્લાઓમાં દિવસ દરમિયાન ગરમીનું જોર રહેવાનું છે. હવામાન વિભાગ દ્વારા યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તેની સાથે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ ભારે ગરમી પડી રહી છે. સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો હાલમાં ૪૪ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. એવામાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં આકરી ગરમી નું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.