ગુજરાતમાં હાલ કાજલ હિન્દુસ્તાની ચર્ચાનો વિષય બનેલી છે. કેમ કે તેમના દ્વારા પાટીદાર સમાજ ની દીકરી ઓ વિશે વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી તેના લીધે પાટીદાર સમાજ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે કાજલ હિન્દુસ્તાની ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ કેસમાં મોરબીના મનોજ પનારા દ્વારા વકીલ મારફતે કાજલ હિન્દુસ્તાની સામે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી છે.
કાજલ હિન્દુસ્તાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ ને લઈને આપવામાં આવેલ નિવેદન લીધે તેમનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવામાં હવે કાજલ હિન્દુસ્તાની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. જાણકારી અનુસાર, મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારા દ્વારા કાજલ હિન્દુસ્તાની સામે ફરિયાદ માટે પિટિશન કરવામાં આવી છે. એક મહિના અગાઉ મોરબી પોલીસ ને અરજી આપ્યા બાદ પોલીસ દ્વારા ગુનો ન નોંધાતા મનોજ પનારા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે, હવે હાઈકોર્ટમાં આ પિટિશન પર 19 એપ્રિલના સુનાવણી હાથ ધરવામાં આવશે.
એક વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીમાં એક જ કોલેજ ની 7 પટેલની દીકરીઓ દ્વારા બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવવામાં આવ્યા છે અને તે અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે પણ છે. સાતેય મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપવામાં આવી હતી. પિતા બહુ પૈસા કમાવવા માં વ્યસ્ત રહેલા છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત રહેલી છે. ઘરમાં લાખો રૂપિયા પડેલા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને જાણ થવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની રહેલી છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઈ રસ્તે જઈ રહ્યો છે.