રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે રાજકોટના રતનપરમાં યોજાયેલા ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી પરત ખેંચવા માટે 19 એપ્રિલ સુધીનું અલ્ટીમેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં આજે આ ન બનતા ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી. ટી. જાડેજા દ્વારા આ મામલામાં પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આ આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડવામાં આવશે. તેની સાથે અલગ-અલગ ઝોનમાં ધર્મરથ કાઢી ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેવામાં આવશે. ભાજપની જાહેરસભામાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાની રણનીતિ તૈયાર કરવામાં આવી છે.
ક્ષત્રિય સંકલન સમિતિના સભ્ય પી. ટી. જાડેજા દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘આણંદ અને બરોડામાં પણ મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજનું વોટીંગ રહેલ છે. રાજ્યભરમાં અલગ-અલગ સંમેલનો યોજાશે. અત્યાર સુધી નું મહાયુદ્ધ ધર્મ યુદ્ધ અને કર્મ યુદ્ધ રહેલું હતું. દ્રૌપદી માટે મહાભારતનું સર્જન થયેલ હતું. જ્યારે ક્યારે પણ માફી ન આપી શકાય તેવી ટિપ્પણી કરવામાં આવી હતી. અમે સરકાર સાથે આ બાબતમાં અનેક મિટીંગો કરી હતી. તમારા ભાજપના અગ્રણીઓ અને મંત્રીઓ પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા ક્ષત્રિય સમાજને એક પણ ટિકિટ અપાઈ નથી. સરકાર દ્વારા આજ દિન સુધી અમારી કોઈપણ માંગણી સ્વીકારવામાં આવી નથી. આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી કોઈ સમાજ માટે પણ નથી. એક સાથે 400 ક્ષત્રીયો ઉભા રહીએ તો અમારા મત ડાયવર્ટ થઈ જાય અને હજી પણ સમય રહેલ છે 22 તારીખ સુધીમાં પુરુષોત્તમ રૂપાલા પોતાની ઉમેદવારી પાછી ખેંચી લે.
તેમને વધુમાં જણાવ્યું કે, સંકલન સમિતિ એટલે સમાજ અને સમાજ એટલે ભગવાન છે. યુવરાજસિંહ રાજપૂત માણસ છે રાજકીય સ્ટેટમેન્ટ આપી શકે અમારી સંકલન સમિતિમાં કોઈ રાજકીય માણસ રહેલ નથી. હાર જીત વિધાતાના હાથમાં રહેલ છે, અમે મર્યાદામાં રહીને આ યુદ્ધ લડીશું, પરિણામ જે કઈ પણ આવે. આઠ જિલ્લામાં અમે ચોક્કસ ભાજપ ને હાર આપી શકીએ છીએ. જોહર ની જાહેરાત તે વ્યક્તિગત વિષય, સમાજ જોહર કરવાનું કહેતું નથી.
તેના સિવાય તેમણે એ પણ જણાવ્યું છે કે, આવતીકાલના મા ખોડલના દર્શન કરવા માટે ખોડલધામ જશું અને નરેશ પટેલ હાજર રહેશે તો તેમની સાથે પણ આ બાબતમાં ચર્ચા કરીશું. આંદોલનમાં પાટીદાર સમાજ પણ ક્ષત્રિય સમાજ ના સમર્થનમાં આવે તેવા પ્રયાસો કરવામાં આવશે.