GujaratAhmedabad

ધોરણ 10-12 ના પરિણામને લઈને આવ્યા મોટા સમાચાર, આ દિવસોમાં જાહેર થશે પરિણામ…..

ગુજરાતમાં ધોરણ 10-12ના પરિણામની લાખો વિદ્યાર્થીઓ દ્વારા રાહ જોવામાં રહી છે. પરંતુ તેને લઈને હવે મોટા સમાચાર સામે આવ્યા છે, લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખતા પરીક્ષા દરમિયાન જ ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરાઈ હતી. તેના લીધે આ વખતે બોર્ડના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ તપાસવાની કામગીરી 10 મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરાઈ હતી. તેના લીધે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે, બોર્ડનું પરિણામ વહેલું જાહેર કરી દેવામાં આવશે. હાલમાં પરિણામ તૈયાર કરાઈ રહ્યું છે. તેમ છતાં હવે મેંના અંતમાં જાહેર થાય તેવી શક્યતા વધી ગઈ છે. હાલમાં શિક્ષકો લોકસભાની ચૂંટણીમાં વ્યસ્ત રહેલા છે. 7 મી ના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી છે તે પહેલાં રિઝલ્ટ જાહેર થાય તેવી શક્યતા નહીંવત જોવા મળી રહી છે.

તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં હવે ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામ ના ઓડિટની કામગીરી કરવામાં આવી રહી છે. એવામાં હવે સામે લોકસભા ચૂંટણી આવી રહી છે તે કારણોસર શિક્ષકોની જવાબદારીઓ પણ વધવાની છે. તેના લીધે હવે રાજ્યમાં મતદાન પૂર્ણ થયા બાદ મે મહિનાના અંતિમ તબક્કામાં પરિણામ જાહેર થાય તેવી જાણકારી સામે આવી છે. બોર્ડ દ્વારા હજુ સુધી આ બાબતમાં ઓફિશિયલ ખુલાસો કરવામાં આવ્યો નથી પરંતુ આ બાબતમાં જાણકારી સામે આવે તેવી શક્યતા રહેલી છે. ગયા વર્ષે બોર્ડનું રીઝલ્ટ મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં જાહેર કરાયું હતું. બોર્ડના ઉપાધ્યક્ષના જણાવ્યા મુજબ, હાલમાં રિઝલ્ટની કામગીરી કરવામાં આવી રહી છે એટલે એપ્રિલના અંત સુધીમાં રિઝલ્ટ જાહેર થાય તેવી કોઈ શક્યતા રહેલી નથી. પહેલા 25 મી એપ્રિલના રિઝલ્ટ જાહેર કરવામાં આવે તેવી ચર્ચાઓ ચાલી રહી હતી.

સુત્રો દ્વારા જાણકારી સામે આવી છે કે, ડેટા એન્ટ્રીનું કામ એટલે કે માર્કશીટનું કામ હવે પણ પૂર્ણ થઈ ગયું છે. એપ્રિલના અંત સુધીમાં માર્કશીટનું કામ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે. ત્યાર બાદ રિઝલ્ટ જાહેર કરાશે. તમને જણાવી દઈએ કે, ધોરણ 10 માની પરીક્ષા 11 માર્ચથી 22 માર્ચ દરમિયાન યોજવામાં આવી હતી.