બનાસકાંઠા : કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન નું ક્ષત્રિય સમાજે ભર્યું મામેરુ
લોકસભાની ચૂંટણી મતદાન તારીખ ને હવે થોડો સમય જ બાકી છે. એવામાં બનાસકાંઠા જિલ્લામાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન ડીસા ખાતે યોજવામાં આવ્યું હતું. જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બનાસકાંઠામાં લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેનનું ક્ષત્રિય સમાજ દ્વારા મામેરૂ ભરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ડીસા ખાતે ના ક્ષત્રિય અસ્મિતા સંમેલન દરમિયાન ગેનીબેન નું પરંપરાગત રીતે મામેરૂ ભરવામાં આવ્યું હતું. ગેનીબેન ને ચૂંદડી ઓઢાડી અને નારિયેળ આપી મામેરૂ ભરવામાં આવ્યું હતું. જ્યારે મામેરૂ ભરવા બદલ ગેનીબેન દ્વારા ક્ષત્રિય સમાજના ભાઈઓ ના ઓવારણા લેવામાં આવ્યા હતા. તેની સાથે આ સંમેલનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ હાજર રહ્યાં હતાં.
બનાસકાંઠા લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા બેઠક સામેલ છે. જેમાં 7 પૈકી 4 બેઠકો ભાજપ પાસે રહેલી છે જ્યારે 2 બેઠકો કોંગ્રેસ પાસે રહેલી છે. એક બેઠક અપક્ષ માવજી દેસાઈ ભાજપને સમર્થન આપી ચુકેલા છે. સાત બેઠકો પૈકી દાંતા સીટ સિવાય અન્ય તમામ સીટ સામાન્ય રહેલી છે. દાંતા બેઠક અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેલ છે. કોંગ્રેસના લોકસભા બેઠકના ઉમેદવાર ગેનીબેન ઠાકર વાવ બેઠક પરથી ધારાસભ્ય રહેલ છે. ધાનેરા બેઠક અપક્ષ પાસે છે દાંતા બેઠક પણ કોંગ્રેસ પાસે જ છે. બાકીની ચાર બેઠકો ભાજપના કબજામાં રહેલી છે.