બોલિવુડ અભિનેતા સલમાન ખાનના ઘર બહાર ફાયરિંગ કરનાર આરોપી અનુજ થાપને પોલીસ લોકઅપ ના ટોઈલેટમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને ચકચાર મચી ગયો છે. જ્યારે આ ઘટના પોલીસ કમિશનર ની ઓફિસ માં પોલીસ લોકઅપ માં ઘટી હોવાનું સામે આવ્છેયું .
તમને જણાવી દઈએ કે, અનુજ થાપન પર શૂટરો ને હથિયારો પૂરા પાડવા નો આરોપ લાગેલો હતો. મુંબઈ પોલીસ દ્વારા થાપનની અન્ય આરોપી સોનુ સુભાષ ચંદર (37) સાથે 25 એપ્રિલના રોજ પંજાબ થી ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય 24 વર્ષીય વિક્કી ગુપ્તા અને 21 વર્ષીય સાગર પાલની પણ ધરપકડ કરાઈ હતી. થાપન, વિકી અને સાગર પાલ મુંબઇ પોલીસ ની કસ્ટડીમાં રહેલા હતા જ્યારે સોનુ કુમાર ચંદર બિશ્નોઇ ને તબીબી કારણોસર ના લીધે ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
નોધનીય છે કે, સલમાન ખાનના નિવાસસ્થાનની બહાર થયેલા ફાયરિંગ ની બાબતમાં મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ (મકોકા) હેઠળ આરોપોનો સામનો કરી રહેલા ચાર આરોપીઓમાંથી એક આરોપી દ્વારા આ કેસમાં ફરિયાદી સાક્ષી બનવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તેમ છતાં પોલીસ દ્વારા આરોપી કોણ હતો તેનું નામ જાહેર કરવામાં આવ્યું નહોતું. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તપાસ એજન્સી આરોપીની કબૂલાત ની નોંધ પહેલા ઉચ્ચ અધિકારી સમક્ષ રજુ કરશે અને બાદમાં મેજિસ્ટ્રેટ સમક્ષ તેની નોંધ કરશે. કબૂલાતનું નિવેદન પુરાવાનો એક ભાગ હશે અને તેનો ઉપયોગ તેની તેમજ આરોપોનો સામનો કરી રહેલા અન્ય આરોપીઓ સામે કરાશે.