ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પોલીસે જણાવ્યું કે….
ખીરસરા ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલ છે. આ મામલાને લઈને સતત જાણકારીઓ સામે આવી રહી છે. આ મામલામાં DySP રોહિત ડોડીયા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષથી દુષ્કર્મ આચરવામાં આવતું હોવાની મહિલા દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.
તમને જણાવી દઈએ કે, પીડિતા દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. DySP રોહિત ડોડીયા દ્વારા આ મામલામાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, ગુરૂકુળના ટ્રસ્ટીઓ અને સંચાલકો હાલ ભૂગર્ભમાં ચાલી ગયા છે. પોલીસ દ્વારા આરોપીઓને પકડવા માટે જુદી-જુદી ટીમો બનાવવામાં આવી છે. ઈન્વેસ્ટીગેશન અધિકારી કેસને લઈ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે. આરોપીઓના વિદેશમાં સંપર્કને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ મામલામાં વધુમાં જણાવી દઈએ કે, ભાયાવદર નજીક આવેલા ખીરસરા સ્વામિનારાયણ ગુરૂકુળના બે સ્વામી સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિગતો અનુસાર ખીરસરા ગુરૂકુળના બે સ્વામી દ્વારા દુષ્કર્મ બાદ યુવતી ગર્ભવતી પણ બની ગઈ હતી. તેની સાથે ધરમપ્રસાદ સ્વામી દ્વારા ઈચ્છા વિરૂદ્ધ ગર્ભપાત કરાવ્યો હોવાનું સામે આવતા હાહાકાર સર્જાયો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટની મહિલા દ્વારા ભાયાવદર પોલીસ સ્ટેશનમાં ગુરૂકુળના બે સ્વામીઓ સામે દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.