GujaratAhmedabad

કોલેરા નો કહેર વધતા ગુજરાતના આ શહેરને કોલેરાગ્રસ્ત કરાયું જાહેર

ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. એવામાં હવે આણંદ શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યું છે. તેના પાછળનું કારણ આણંદ શહેરમાં સતત ઝાડા-ઉલટીના કેસ વધવા રહેલા છે. કેમકે આણંદ શહેરમાં સતત ઝાડા-ઉલટીના કેસમાં વધારો જોવા મળ્યો હતો. તેમાં પણ બે કેસ કોલેરા પોઝિટિવ આવતા તંત્ર દ્વારા સખ્તાઈ વર્તવામાં આવી છે. પાણીના નમૂના લેવા અને લાઈનો ચેક કરવા આવતા તંત્ર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. આણંદના ઈસ્માઇલનગર, પધરીયા મેલડીમાતા મંદિર મંગળપુર પાસેના વિસ્તારોમાં ઝાડા-ઉલટીના કેસ વધ્યા છે.

તમને જણાવી દઈએ કે, આ અગાઉ સોજીત્રા અને પેટલાદ તાલુકાના ગામોને પણ કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. આણંદ શહેરમાં ઝાડા-ઉલ્ટીના દર્દીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં કેટલાક દર્દીઓના કોલેરા રિપોર્ટ પોઝિટીવ પણ આવ્યા છે. તેના લીધે તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ઠેર ઠેર પાણીના નમૂના લેવામાં આવી રહ્યાં છે અને પાણીની લાઇનો ચેક કરવામાં આવી રહી છે.

તેની સાથે જણાવી દઈએ કે, કોલેરા એક બેક્ટેરિયાને લીધે થાય છે જે આપણા ખોરાક અથવા પાણી દ્વારા આપણા શરીરમાં પહોંચી જાય છે. ત્યાર બાદ મળ, પેશાબ અને ગંદકી દ્વારા તે ફેલાય છે. કોલેરા સીફૂડ અને માછલી દ્વારા પણ ફેલાતો રોગ છે. તેની સાથે શાકભાજી અને સલાડને બરાબર ન ધોવામાં આવે અથવા ગંદા પાણીથી ધોવામાં આવે તો કોલેરાનો ખતરો વધી જાય છે. કોલેરા સામાન્ય રીતે ઝાડાનું કારણ રહેલ છે.