રખડતા ઢોર ની અડફેટે આવતા જામ ખંભાળિયાના ૬૨ વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ
રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે સતત વધી રહ્યો છે. રખડતા ઢોરને કારણે અકસ્માતના કિસ્સાઓમાં પણ વધારો થઈ ગયો છે. તો વળી કેટલાક લોકોએ તો રખડતા ઢોરના કારણે થયેલ અકસ્માતમાં પોતાનો જીવ પણ ગુમાવવાનો વખત આવ્યો છે. ત્યારે આવો જ એક કિસ્સો દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાથી સામે આવ્યો છે. રખડતા ઢોરની અડફેટે આવતા એક વૃદ્ધાનું કરુણ મોત નીપજ્યું છે.
જાણકારી મુજબ, ખંભાળિયા શહેરમાં રહેનાર રતનબેન મુળજીભાઈ કછટીયા નામના ૬૨ વર્ષના સતવારા વૃદ્ધા ગયા શનિવારના સવારના પાંચેક વાગ્યાના સમયગાળે પોતાના ઘર નજીક રહેલા હતા. તે દરમિયાન એક રખડતા ઢોર દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. તેના લીધે તેમને ભારે ઈજા પહોંચી હતી.
જ્યારે રખડતા ઢોરની અડફેટે આવતા રતનબેન રોડ પર પછડાયા હતા. તેના લીધે તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યારે ગુરૂવારના તેમનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. તેમના પિતા મુળજીભાઈ કરશનભાઈ કછટીયા દ્વારા આ મામલામાં પોલીસને જાણ કરવામાં આવી છે. એવામાં રખડતા ઢોરના લીધે એક વધુ વ્યક્તિનો જીવ ગયો છે.