ગુજરાતમાં ધીરે-ધીરે હવે ચોમાસું બેસી ગયું છે. ગુજરાતના દરેક જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે. તેમાં પણ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો છે. જ્યારે હવે હવામાન વિભાગ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં પાંચ દિવસ વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે. જ્યારે કેટલાક જિલ્લામાં પવની સાથે ભારે વરસાદ રહેવાનો છે. જ્યારે દ્વારકા, પોરબંદર, જુનાગઢ, રાજકોટ, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ અપાયું છે. જ્યારે 2 જૂલાઇના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં આ દિવસે ભારે વરસાદ જોવા મળશે.
તેની સાથે 3 જૂલાઇના રોજ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરમાં યલો એલર્ટ આપ્યું છે. અને 4 જૂલાઇના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને દમણ, દાદરા નગરમાં યલો એલર્ટ આપ્યું છે. આ સાથે એક વાત તો સ્પષ્ટ છે કે, ગુજરાતમાં હાલના વરસાદી માહોલ જોતા હજુ પણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે.