GujaratAhmedabad

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લાઓ જોવા મળશે ભારે વરસાદ

રાજ્યમાં ધીરે-ધીરે વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. તેમના દ્વારા તારીખ 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન નિષ્ણાત દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સારા વરસાદ માટે હજુ પણ એક અઠવાડિયા સુધી રાહ આપણે રાહ જોવી પડશે. અંબાલાલ પટેલ દ્વારા 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં સારા વરસાદ ની આગાહી કરી છે. તારીખ 14 અને 15 મી જુલાઈના બંગાળ ના ઉપસાગર માં એક સિસ્ટમ સક્રિય થવાની છે તેના લીધે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. તારીખ 16 થી 24 જુલાઈ રાજ્યના મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ વરસવાની શક્યતા છે.

તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું છે કે, આ સિસ્ટમની અસર ના લીધે ગુજરાતમાં સારો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય તારીખ 17 થી 24 જુલાઈ દરમિયાન રાજ્યમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી જેવા કેટલાક જિલ્લાઓ ના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.