અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના કેરાળા ગામમાં આવેલ અનન્યા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ ના ડોક્ટર દ્વારા એક બાળકની સારવાર કરવામાં આવી હતી. ત્યાર બાદ આ બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાળકીના પિતા દ્વારા સોશિયલ મીડિયામાં અનન્યા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ના ડોક્ટર વિરુદ્ધ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે આ વીડિયો વાયરલ થયા બાદ અમદાવાદ જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા આ હોસ્પિટલમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ હોસ્પિટલમાં ફરજ બજાવનાર ડોક્ટર મેહુલ ચાવડા કોઈપણ ડિગ્રી ધરાવતો ન હોવા છતાં આટલી મોટી હોસ્પિટલ ચલાવતા હોવાનું સામે આવ્યું હતું. તેના લીધે આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને સીલ મારવામાં આવ્યું હતું અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.
જ્યારે હોસ્પિટલને સીલ મારવામાં આવ્યા બાદ બાવળા તાલુકાના ડુમાલી ગામ ના મરણ જનાર દેવીપુજક બાળકીના પિતા સુરેશભાઈ દ્વારા કેરલા જીઆઇડીસી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તારીખ 9-7-2024 ના રોજ તેમની દીકરીને તાવ અને ગળામાં દુખાવો થયો હતો. ત્યાર બાદ બાળકીને સારવાર માટે અનન્યા મલ્ટિ પેશાલિટી હોસ્પિટલ કેરાળા ગામમાં દાખલ કરવામાં આવી હતી. એવામાં દીકરી ની તબિયત વધુ ખરાબ થતા દીકરીને ઘરે લઈ જવામાં આવી હતી. તે દરમિયાન તેનું બાળકીનું મૃત્યુ નિપજયું હતું અને ઘરે જઇ તેની દફનવિધિ કરવામાં આવી હતી. પરંતુ તેમને શંકા રહેલી હતી કે, ડોક્ટરની બેદરકારીને લીધે તેમની દીકરીનું મૃત્યુ નિપજ્યું છે. કેરાળા પોલીસ દ્વારા એડી દાખલ કરી બાળકીના મૃતદેહને બહાર કાઢી અમદાવાદ હોસ્પિટલ ખાતે પીએમ કરાવી હવે આગામી તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવશે.