ગુજરાતનું એવું શહેર જ્યાં માંસાહારી ખોરાક પર પ્રતિબંધ…

ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ શહેર વિશ્વનું પ્રથમ એવું શહેર બન્યું છે જ્યાં માંસાહારી ખોરાક ગેરકાયદેસર ગણવામાં આવશે. આ ઐતિહાસિક નિર્ણય જૈન ધર્મના પ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં માંસના માંસ, વેચાણ અને વપરાશ માટે પ્રાણીઓની હત્યા ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજાપાત્ર મનાશે. શહેરમાં લગભગ 250 માંસની દુકાનો બંધ કરવાની માગણી કરનારા 200 જેટલા જૈન સાધુઓના પ્રદર્શન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
તમને જણાવી દઈએ કે, માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણને નિયંત્રિત કરતા ઓર્ડરોની યાદી રાજકોટથી શરૂ કરવામાં આવી હતી. આ અદેશોમાં જાહેર સ્થળોએ માંસાહારી ખોરાક તૈયાર કરવા અને પ્રદર્શિત કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. માંસાહારી ખોરાકના વિરોધીઓ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, માંસનું પ્રદર્શન તેમની ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવે છે અને લોકો ખાસ કરીને બાળકો પર તેને લઈને નકારાત્મક અસર પડે છે.
તેની સાથે ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા વિશ્વનું પ્રથમ શહેર બની ગયું છે. ત્યાં માંસાહારી ખોરાક ગેરકાયદેસર ગણાશે. આ ઐતિહાસિક નિર્ણય બાદ હવે જૈન ધર્મના પ્રસિદ્ધ તીર્થધામ પાલિતાણામાં માંસ, વેચાણ અને વપરાશ માટે પ્રાણીઓની હત્યા ગેરકાયદેસર અને કાયદા દ્વારા સજાપાત્ર માનવામાં આવશે.