રાજ્યમાં હાલ વરસાદી માહોલ બન્યો છે. તેની સાથે કેટલાક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે. એવામાં હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, બંગાળના ઉપસાગર માં સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળવાનો છે. તેની સાથે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળ ના ઉપસાગર માં સિસ્ટમ સક્રિય થવાના લીધે 24 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પણ ખાસ કરીને જુનાગઢ, પશ્ચિમ સૌરાષ્ટ્ર ના વિસ્તારોમાં સાત ઇંચથી વધુ વરસાદ ની શક્યતા રહેલી છે. આ સિવાય જામનગરના વિસ્તારો માં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે.
તેની સાથે વધુમાં અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે એ, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પંચમહાલ, સાબરકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 26 અને 30 જુલાઈના રોજ બંગાળ ના ઉપસાગર સિસ્ટમ સક્રિય થવાની છે તેના લીધે ગુજરાતમાં વરસાદી માહોલ બનશે. અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ ભારે વરસાદ વરસી શકે છે.