અમદાવાદ પોલીસ વિભાગમાં બદલીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે નોટિફિકેશન જાહેર કરાયું છે. અમદાવાદ શહેરમાં વર્ગ- 3 ના 1740 પોલીસ કર્મચારીઓની બદલીની યાદી પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલિકે જાહેર કર્યું છે.
તેની સાથે આ જાહેરાત મુજબ, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ASI કક્ષાના આ 1740 પોલીસ કર્મીઓ ને વર્તમાન જગ્યા પરથી તાત્કાલિક છુટા થઈ સાત દિવસની અંદર નવી જગ્યાએ હાજર થવા પણ આદેશ આપવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, જ્ઞાનેન્દ્ર સિંહ મલિક દ્વારા અમદાવાદ પોલીસ કમિશનર તરીકે નો હવાલો સંભળાવવામાં આવ્યો તો તેમને પોલીસ કર્મચારીઓ ના ફરજ પર નો કાર્યકાળ તપાસ્યો હતો. જેમાં એક જ જગ્યા પર કેટલાક પોલીસ કર્મીઓ લાંબા સમયથી ફરજ પર રહેલા હતા.
તમને જણાવી દઈએ કે, 1740 પોલીસ કર્મીઓ માં 600 સિવાય પોલીસ કર્મીઓ જે ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવી રહ્યા હતા તેઓ ને પોલીસ સ્ટેશનો તથા અન્ય બ્રાન્ચ માં બદલી કરાઈ છે. જ્યારે એટલી જ સંખ્યામાં પોલીસ સ્ટેશનોમાંથી ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં બદલી કરવામાં આવેલ છે. ત્રીજું લિસ્ટ પણ આગામી દિવસો માં જાહેર કરવામાં આવશે.