રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. દરેક જિલ્લાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેની સાથે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા પણ વરસાદ લઈને આગાહી કરવામાં આવી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હજુ પણ વરસાદ વરસવાનો છે. તેની સાથે રાજ્યમાં આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારોમાં વરસાદ વરસવાની શક્યતા રહેલી છે. જ્યારે હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. તેમની આગાહી મુજબ, 30 જુલાઈ સુધી મધ્ય ગુજરાત અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સિવાય દક્ષિણ ગુજરાત ના વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા રહેલી છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ, આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ વરસવાની શક્યતા છે. જ્યારે 28 થી 30 જુલાઈએ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી તેમજ ઉત્તર ગુજરાતના કચ્છ અને આજુબાજુના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસવાની શક્યતા છે. .