SaurashtraGujaratRajkot

ઉપલેટા ખીરસરા ગુરુકુળ દુષ્કર્મ કેસ : આરોપી સ્વામી ધર્મ સ્વરૂપદાસની આગોતરા જામીન અરજી ફગાવાઈ

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ઘેટીયા ગામની શૈક્ષણિક સંસ્થા સ્વામિનારાયણ સંપ્રદાયના બે સંતો દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. જ્યારે અહીંના બંને સંતો અને અહીંયાના મુખ્ય સંચાલક સામે દુષ્કર્મ અને ગર્ભપાત સહિતની વિવિધ કલમો હેઠળ પોલીસ ફરિયાદ 14 જૂનના રોજ દાખલ કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદ બાદ મુખ્ય સંચાલકને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે અન્ય બે સ્વામી પોલીસ પકડથી દૂર રહેલા હતા. તેની સાથે મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસ અને નારાયણ સ્વરૂપદાસ સ્વામી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

આ મામલામાં વધુ જાણકારી સામે આવી છે કે, નારાયણ સ્વરૂપદાસ ના આગોતરા જામીન ધોરાજીની નામદાર સેશન્સ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં વ્યા હતા. જ્યારે તે સમયે મૂકવામાં આવેલ મુખ્ય સંચાલક મયુર કાંસોદરીયાની રેગ્યુલર જામીન અરજી કોર્ટ દ્વારા ના મંજૂર કરવામાં આવી હતી. તેની સાથે હાલમાં મુખ્ય આરોપી ધર્મ સ્વરૂપદાસના આગોતરા જામીનની અરજી ધોરાજી સેસન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જેમાં ધોરાજી સેસન્સ કોર્ટ દ્વારા ધર્મ સ્વરૂપદાસ ના આગોતરા જામીન રદ્દ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

તમને જણાવી દઈએ કે, અરજીના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતના પ્રમોદ પવાર વિરુદ્ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર, સિધ્ધરામ સત્લંગ ગપ્પા વિરુદ્ધ સ્ટેટ, ભદ્રેશ શેઠ વિરુદ્ધ ગુજરાત સરકાર અને અંસાર મોહમ્મદ વિરુદ્ધ સ્ટેટ ઓફ રાજસ્થાન ના ચુકાદાઓ મૂકીને દલીલ કરવામાં આવી હતી.

આરોપી સ્વામીના વકીલ દ્વારા દલીલ કરતા જણાવવામાં આવ્યું હતું કે, આ સંપૂર્ણ ફરિયાદ ખોટી રહેલી છે અને ગુરુકુળનો કબજો લેવા માટે કાવતરું ઘડવામાં આવ્યું છે. ધર્મની મર્યાદા થી આ ગુરુકુળમાં મહિલા કે મહિલાના પડછાયાથી પણ દૂર રહે છે. દલીલને માની લેવામાં આવે તો પણ આ સહમતીથી બંધાયેલ શરીર સંભોગ નો કિસ્સો રહેલો છે જે કોઈપણ રીતે પ્રથમ દર્શનીય કેસ રહેલ નથી અને આરોપીના જામીન આપવા પાત્ર કેસ રહેલ છે. તેની સાથે સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા દલીલ કરવામાં આવી હતી કે, સમગ્ર ફરિયાદને વાંચતા સ્વામી તરફથી ભોગ બનનારને પોતે પતિ છે તેવો વિશ્વાસ આપી અને એક રાતમાં પાંચ વખત શરીર સંભોગ બાંધવામાં આવ્યા હતા.

તેની સાથે સરકારી વકીલ કાર્તિકેય પારેખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અરજદારનું કૃત્ય તેનું વ્યક્તિગત રહેલ છે. તેના કૃત્યથી ધર્મ સાથે જોડાયેલા સંપ્રદાયના તમામ લોકોને અસર પહોંચે છે. ત્યાર બાદ આ બંને પક્ષોની દલીલોને સાંભળી અને ધોરાજી એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ હાજી અલી હુસૈન મોહીબુલ્લાહ શેખ દ્વારા આરોપીના આગોતરા જામીન રદ કરતો હુકમ ફરમાવવામાં આવ્યો હતો.