SaurashtraGujarat

ભાજપના મંત્રીને કોર્ટે ફટકારી એક મહિનાની જેલ, જાણો શું છે સમગ્ર મામલો?

મહીસાગર જીલ્લાથી મોટા સમાચાર સામે આવ્યા છે. મહીસાગર જીલ્લાના ભારતીય જનતા પાર્ટી ના કાર્યાલય મંત્રી જીગર પંડ્યા ને મારામારીના કેસમાં ટ્રાયલ કોર્ટમાં એક માસની સજા ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જાણકારી મુજબ, લુણાવાડા નગરપાલિકાના ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા એક વ્યક્તિને લાફો મારવો અને મારામારી કરવાના લીધે તેમને આ સજા ફટકારવામાં આવી છે. મહિસાગર જિલ્લા ભાજપમાં કોર્ટ દ્વારા નેતાને આ સજા ફટકારવામાં આવી હતી.

આ મામલાને લઈને જણાવી દઈએ કે, જીજ્ઞેશ પંડ્યાને પોલીસ સ્ટેશનમાં જ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર દ્વારા જીગર પંડ્યા એ લાફો મારવામાં આવ્યો હતો અને ધમકી પણ આપવામાં આવી હતી. ત્યાર બાદ આ મામલામાં જીગર પંડ્યા વિરુદ્ધ બે વર્ષ અગાઉ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તેના પછી લુણાવાડા પોલીસ સ્ટેશનમાં આ મામલામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. કેસ લુણાવાડા ટ્રાયલ કોર્ટમાં ચાલતા પંચો અને સાક્ષીઓને તપાસતા અને સરકારી વકીલની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટ દ્વારા આ સજા ફટકારવામાં આવી હતી. જીગર પંડ્યા ને ટ્રાયલ કોર્ટ દ્વારા એક મહિનાની સજા અને એક હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે.