રાજ્યમાં સતત ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી, હત્યા અને અપહરણની ઘટના ઓ સામે આવી રહી છે. ગુનેગારોને જાણે કોઈનો પણ ભય ના હોય તેમ ગુનાઓ આચરી રહ્યા છે. જ્યારે આજે આવો જ એક મામલો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જુના શિહોરા ગામ થી સામે આવ્યો છે. આ ગામમાં પતિ દ્વારા પ્રેગ્નન્ટ પત્નીની કોસ મારીને હત્યા કરવામાં આવી ઘટના સામે આવી છે. હાલમાં આ મામલામાં પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરી આરોપી પતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલામાં મૃતક કિંજલ ના પિતા વિક્રમસિંહ કાળુ સિંહ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ગઇકાલના 30 જુલાઇના રોજ હું પરવારીને સાથે સુઈ ગયો હતો. તે સમયે રાત્રીના 10 વાગ્યાના સમયગાળામાં મારા મોબાઇલ ઉપર જુના શિહોરા ગામ થી મારા ફોઈ ના દીકરા ગોપાલભાઇ નરવતભાઇ પરમાર દ્વારા મારા મોબાઇલ ઉપર ફોન કરી જાણ કરવામાં આવી હતી કે, તમારી દિકરી કિંજલ ને તેના ઘરવાળા વનરાજસિંહ નરવતસિંહ પરમાર દ્વારા ઝઘડો કરી મારી નાખવામાં આવી છે. તેના લીધે તમે જલ્દી તમારી દિકરી કિંજલ ના ઘરે આવો તેવી વાત જણાવી હતી. તેના લીધે હું મારી પત્ની કાંતા અને મારો છોકરો વિપુલ મારી દીકરી કિંજલ ના ઘરે તાત્કાલિક પહોંચ્યા હતા. ત્યાં જઈને અમે જોયું તો તેમના ઘરની સામે આજુબાજુના માણસો એકઠા થઇ ગયા હતા. ત્યાર બાદ અમે મકાન ઘુસ્યા તો જોયું તો મારી દીકરી કિંજલ લોહીલુહાણ હાલતમાં મકાનના રસોડામાં પડેલી હતી અને તેનું માથું છૂંદી નાખેલું હતું. જ્યારે તેની બાજુમાં એક લોખંડની કોસ પડેલી જોવા મળી હતી.
જ્યારે વનરાજસિંહ પરમાર બુમો પાડીને કહી રહ્યો હતો કે, મારી પત્ની સાથે મારે ઝઘડો થતા મેં મારી પત્નીને માથામાં કોસ મારી દેતા તે મરી ગયેલ છે. તેની સાથે મારી દીકરીના આજથી છ વર્ષ પહેલા લગ્ન થયા હતા અને લગ્ન થયા બાદ એકાદ વર્ષ વર્ષ પછી મારી દીકરી કિંજલબેન સાથે વારંવાર નાની-નાની વાતોમાં ઝઘડો કરતો રહેતો હતો. જ્યારે મારી દીકરી એક મહિના પહેલા અમારા ઘરે આવી તે સમયે અમારા ઘરના સભ્યોને જણાવ્યું હતું કે, મારો પતિ વનરાજસિંહ મારી સાથે અવાર નવાર ઝઘડો કરતો રહે છે.