GujaratAhmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે, તિરંગા યાત્રામાં જોડાશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આજે તે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. આજે તેમના દ્વારા અમદાવાદમાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ને લીલી ઝંડી આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત ‘હર ઘર તિરંગા યાત્રા આજે સાંજે 4:30 કલાકના વિરાટનગર વિસ્તારમાં યોજાવાની છે.

તેની સાથે આ પહેલ દ્વારા રાષ્ટ્રવ્યાપી ઝુંબેશનો એક મહત્વપૂર્ણ ભાગ રહેલો છે જે નાગરિકોને તેમના ઘરે રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે તેનો ઉદ્દેશ્ય દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન આપવા માટે રહેલો છે. ભાજપ દ્વારા આ અભિયાન સમગ્ર ભારતમાં શરૂ કરવામાં આવ્યું છે કે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા નાગરિકોને ઘરો, દુકાનો અને ઓફિસો પર તિરંગો ફરકાવવા વિનંતી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતની આઝાદીના 75 મા વર્ષની ઉજવણી નિમિત્તે 2021 માં ‘હર ઘર તિરંગા’ અભિયાન શરૂ કરાયું હતું. તેનો ઉદ્દેશ્ય માત્ર દેશના નાગરિકોમાં દેશભક્તિની ભાવના કેળવવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ વધારવાનો રહેલો છે. તેની સાથે જણાવી દઈએ કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં 28 જુલાઈના રોજ તેમના 112 માં ‘મન કી બાત’ સંબોધન દરમિયાન નાગરિકોને આ અભિયાનમાં ભાગ લેવા માટે અપીલ કરવામાં આવી હતી. તેમના દ્વારા લોકોને તેમના સોશિયલ મીડિયા પ્રોફાઇલ પિક્ચરને તિરંગામાં બદલવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા પણ અપીલને પુનરાવર્તિત કરી, વ્યાપક ભાગીદારી અને સેલ્ફી શેર કરવા વિનંતી કરવામાં આવી હતી. બંને નેતાઓ દ્વારા આઝાદીની ઉજવણી અને સંદેશ ફેલાવવાના મહત્વ પર ભાર મુકવામાં આવ્યો હતો.