ભાઈ-બહેનના પ્રેમ અને કર્તવ્યને સમર્પિત રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે ધૂમધામથી ઉજવવામાં આવે છે. આ દિવસે બહેનો દ્વારા તેમના ભાઈના કપાળ પર તિલક લગાવવામાં આવે છે અને તેના કાંડા પર રાખડી બાંધવામાં આવે છે. તેની સાથે તેઓ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના પણ કરે છે. આ સાથે ભાઈઓ દ્વારા તેમની બહેનોને ઘણી બધી ભેટો આપવામાં આવે છે અને તેમના મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવાનું વચન આપવામાં આવે છે. જ્યારે રક્ષાબંધન ૧૯ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. એવામાં આજે અમદાવાદથી મોટા સમાચાર સામે આવ્યા છે.
અમદાવાદમાં આ તહેવારના નિમિત્તે AMTS ના સત્તાધીશો દ્વારા મહિલા મુસાફરોને એક ખાસ ભેટ આપવામાં આવી છે. અમદાવાદમાં આ તહેવાર નિમિત્તે AMTS ના સત્તાધીશો દ્વારા આ દિવસે બહેનો AMTS બસમાં મફતમાં મુસાફરી કરવાની ભેટ આપવામાં આવી છે. તેની સાથે આ દિવસો બહેનો અમદાવાદમાં મફત મુસાફરી કરી શકશે.
તમને જણાવી દઈએ કે, રક્ષાબંધન તહેવાર નિમિતે AMTS માં મહિલાઓ માટે મુસાફરી ફ્રી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેના લીધે 19 ઓગસ્ટ સોમવારના દિવસે મહિલાઓ AMTS માં ફ્રીમાં મુસાફરી મળશે. આ બાબતમાં બહેનો પાસેથી કોઈપણ રૂપિયા લેવામાં આવશે નહીં.
તેની સાથે જણાવી દઈએ કે, અમદાવાદની AMTS માં દરરોજના 4.27 લાખથી વધુ મુસાફરો દ્વારા મુસાફરી કરવામાં આવે છે. તેમાં બે લાખ મહિલા મુસાફરો પણ સામેલ છે. તેના લીધે લાખો બહેનોને રક્ષાબંધનના દિવસે ફ્રી મુસાફરીનો લાભ પ્રાપ્ત કરી શકશે.