ગુજરાતમાં હાલ વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે વરસાદને લઈને હવામાન વિભાગે મોટી આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી ચાર દિવસ સામાન્ય વરસાદ જોવા મળશે. તેની સાથે 21 ઓગસ્ટ થી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરુ થવાનો છે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે.
આ મામલામાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ વરસી ચૂક્યો છે.
તેની સાથે હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ વરસવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય જોવા મળી રહી છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય રહેલ નથી. 17-18 ઓગસ્ટ પછી અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનવાની છે. જ્યારે 17 થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનો છે. 1 થી 3 ઇંચ સુધીનો વરસાદ વરસવાની શક્યતા છે. જયારે 22 થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનવાનું છે. જ્યારે 25 ઓગસ્ટ બંગાળના ઉપસાગરમાં ડિપ્રેશનની સ્થિતિ ઉભી થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં ઓગસ્ટના અંત સમયમાં સારો વરસાદ વરસી શકે છે. સપ્ટેમ્બર ૭ તહેવારોના ગાળામાં હળવાથી ભારે વરસાદ વરસી શકે છે.