નર્મદા જિલ્લાના બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને કરાયા બરતરફ, છેલ્લા બે વર્ષથી ગેરહાજર રહેલા હતા
રાજ્યમાં શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ માં ગેરહાજર રહેનાર શિક્ષકો સામે સખ્તાઈ વર્તવામાં આવી રહી છે. એવામાં આજે આવા જ કંઇક સમાચાર સામે આવ્યા છે. જાણકારી મુજબ, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા 134 ગુલ્લીબાજ શિક્ષકોને બરતરફ કરી દેવામાં આવ્યા છે. એવામાં આજે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા ને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, તિલકવાડા તાલુકાની બંદરપુરા પ્રાથમિક શાળાના શિક્ષિકા નિલેશ્વરી પટેલ છેલ્લા બે વર્ષથી શાળામાં ગેરહાજર રહેલા હતા. તે તારીખ 4-6-2022 થી શાળામાં આવ્યા નહોતા. આ શિક્ષિકા દ્વારા રજા માટે મંજૂરી માંગવામાં આવી હતી કે, તેમ છતાં મંજૂરી ન મળી હોવા છતાં તેઓ વિદેશ ચાલ્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે નર્મદા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા આજે નિલેશ્વરી પટેલને ફરજ પરથી બરતરફ કરી દેવાયા છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાતના કેટલાક જિલ્લાઓની સરકારી શાળાઓમાં ભૂતિયા અને ડમી શિક્ષકોની ફરિયાદો સામે આવી કે. તેના લીધે અનેક શિક્ષકો ગેરહાજર હોવાની ફરિયાદો સામે આવતા શિક્ષણ વિભાગ દ્વારા તમામ ડીઈઓ-ડીપીઓ ને આદેશ કરીને લાંબી રજા પર ગયેલા અને બિનઅધિકૃત રીતે રજા પર હોય તેવા શિક્ષકો ની વિગતો મંગાવવામાં આવી હતી. જેમાં તમામ જિલ્લાઓ માંથી સરકાર ને સોંપવામાં આવેલા રિપોર્ટ મુજબ, રાજ્યના 17 જિલ્લાના 63 શિક્ષકો લાંબી રજા પર રહેલા છે. જેમાં 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે રજા લીધા વગર કે પછી મંજૂરી વગર ગેરહાજર રહેલા છે.
તેની સાથે રાજ્યના તમામ જિલ્લાઓમાં થી સરકાર ને માહિતી રિપોર્ટ આપવામાં આવ્યો છે. જેમાં 17 જિલ્લામાં 32 શિક્ષકો વિદેશ પ્રવાસ પર રહેલા છે અને 31 શિક્ષકો બિનઅધિકૃત રીતે એટલે કે મંજૂરી વગર ઘણા સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરકારી ગ્રાન્ટેડ શાળામાં ચાર શિક્ષકો વિદેશ પ્રવાસ પર રહેલા છે અને એક ગ્રાન્ટેડ શાળામાં એક શિક્ષક તો 177 દિવસની રજા પર રહેલા છે. જ્યારે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા પણ આટલી લાંબી રજા કઈ રીતે મંજૂર કરવામાં આવી તેને લઈને સવાલો ઉભા થયા છે.